ગુજરાત

gujarat

Bihaar News: ચારા કૌભાંડમાં કેન્દ્ર સરકાર 'બિચારા' લાલુ પ્રસાદને હેરાન કરી રહી છેઃ નીતિશ કુમાર

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 3:05 PM IST

બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી છે. આ મુદ્દે નીતિશકુમારે કેન્દ્ર સરકાર પર વાકપ્રહાર કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર જાણી જોઈને 'બિચારા'ને પરેશાન કરે છે. વાંચો નીતિશકુમારના નિવેદનો વિશે...

નીતિશકુમારે લાલુ યાદવને 'બિચારા' ગણાવ્યા
નીતિશકુમારે લાલુ યાદવને 'બિચારા' ગણાવ્યા

પટનાઃ શુક્રવારે બીપી મંડળની જયંતિ અંતર્ગત રાજકીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશકુમાર હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જેમાં બિહાર કાસ્ટ સેન્સસથી લઈ લાલુ યાદવ પર સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણીનો સમાવેશ થાય છે. નીતિશકુમારે કેન્દ્ર સરકાર પર પણ વાકપ્રહાર કર્યા. તેમણે કેન્દ્ર સરકાર પર ઈડી અને સીબીઆઈના દુરઉપયોગનો આરોપ પણ લગાડ્યો.

કેન્દ્ર સરકાર પર વાકપ્રહારઃ નીતિશકુમારે કહ્યું કે વિપક્ષોના નેતાને સીબીઆઈ અને ઈડી દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ બાબત દરેક ભારતીય જાણે છે. આ એક વ્યર્થ પ્રયત્ન છે. સમગ્ર દેશના વિપક્ષો કેન્દ્ર સરકાર વિરૂદ્ધ એક થઈ ગયા છે તેથી કેન્દ્ર સરકાર પરેશાન છે. તેથી જ તેમના નેતાઓ બેફામ નિવેદન કરે છે. બિચારા લાલુ પ્રસાદને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે.

બિચારાને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર આજકાલ કોઈ વિરોધીઓને છોડતી નથી. દરેકને પરેશાન કરી રહી છે...નીતિશ કુમાર (મુખ્યમંત્રી, બિહાર)

લાલુની અરજી પર સુનાવણીઃચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી રદ થઈ હતી તે સંદર્ભે દેશની સર્વોચ્ચ અદાલતમાં આજે સુનાવણી છે. સુપ્રીમ કોર્ટમાં તેમના જવાબી સોગંદનામા પર સુનાવણી થશે. આજે લાલુ જેલમાં જશે કે બહાર રહેશે તેનો ચુકાદો આવશે.

ચારા કૌભાંડમાં લાલુ પર પાંચ આરોપઃ કુખ્યાત ચારા કૌભાંડમાં લાલુ યાદવ આરોપી છે. ચાઈબાસાથી જોડાયેલા કેસમાં 37 અને 89 કરોડની ગેરકાયદેસર નિકાસનો મામલો છે. જેમાં તેમને 5-5 વર્ષ કેદ, 89 સાખના દેવધર ટ્રેઝરી કેસમાં 3.5 વર્ષ કેદની સજા, દુમકાના કેસમાં 3 કરોડ મુદ્દે 18 વર્ષની કેદ અને ડોરંડાના 138 કરોડના મામલે પાંચ વર્ષની કેદની સજા મળી છે. આ દરેક કેસમાં તેમને નાણાંકીય દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અત્યારે લાલુ પ્રસાદ યાદવ દરેક મામલે જામીન પર છે.

  1. જો કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો તમામ પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવશે : નીતિશ કુમાર
  2. Misbehavior with Speaker in Lakhisarai: સીએમ નીતિશ વિધાનસભામાં સ્પીકર પર થયા ગુસ્સે, જાણો કેમ.

ABOUT THE AUTHOR

...view details