ગુજરાત

gujarat

Jharkhand News: ગિરિગઢના સોના મહતો તળાવમાં પાંચ છોકરીઓ ડૂબી ગઈ, ચારની સ્થિતિ ગંભીર

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 12:27 PM IST

ઝારખંડના ગિરિદિહમાં સોના મહતો નામક તળાવામાં 5 છોકરીઓ ડુબી ગઈ હોવાની ઘટના બની છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને તરવૈયાઓએ પાંચેય છોકરીઓને તળાવમાંથી બહાર કાઢી છે. જેમાંથી ચાર છોકરીઓની સ્થિતિ ગંભીર છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

સોના મહોત તળાવમાં 5 છોકરીઓ ડુબવાની ઘટના
સોના મહોત તળાવમાં 5 છોકરીઓ ડુબવાની ઘટના

ગિરિદિહઃઝારખંડના પચમ્બા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેઠિયાકાંડ નજીક આવેલ સોના મહતો તળાવમાં આ કરુણાંતિકા સર્જાઈ છે. ગિરિદિહમાં કર્માપૂજાનો અનેરો મહિમા હોય છે. કર્માપૂજા બાદ સ્નાન કરવાની પરંપરા છે. આ પાંચેય છોકરીઓ કર્માપૂજા બાદ સોના મહતો તળાવમાં સ્નાન કરવા પહોંચી હતી. સ્નાન કરતી વખતે અચાનક તેઓ ડુબવા લાગી. અચાનક બૂમાબૂમ થતાં ત્રણ છોકરીને તાત્કાલિક બચાવી લેવાઈ હતી. બાકીની બંને છોકરીઓને સ્થાનિકોએ ભારે શોધખોળ બાદ તળાવમાંથી બહાર કાઢી હતી. પાંચમાંથી ચાર છોકરીઓની સ્થિતિ અત્યંત ગંભીર છે.

સમગ્ર ઘટનાક્રમઃ મંગળવારે કરમાપૂજા માટે હંડાડીહ વિસ્તારની છોકરીઓ આવી હતી. પૂજા વિધિ કર્યા બાદ સોના મહતો તળાવમાં આ છોકરીઓ સ્નાન કરવા ગઈ. સ્નાન કરતી વખતે આ પાંચેય છોકરીઓ ઊંડા પાણીના ધરા તરફ તણાવા લાગી. બૂમાબૂમ થતા સ્થાનિકો દોડી આવ્યા. સ્થાનિકોમાંથી જે તરવૈયા હતા તેમણે વિના વિલંબે તળાવમાં છલાંગ લગાવી દીધી. થોડી વારમાં ત્રણ છોકરીઓને બચાવી લેવાઈ, પરંતુ બે છોકરીઓ ઊંડા પાણીમાં હોવાથી ભારે મહેનત બાદ તેમને શોધી શકાઈ. રેસ્કયૂ કરાયેલ છોકરીઓને સદર હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. પાંચમાંથી ચાર છોકરીઓની સ્થિતિ ગંભીર છે.

પચમ્બા પો. સ્ટેશને કાર્યવાહી કરીઃ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પચમ્બા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મુકેશ દયાળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની સમગ્ર માહિતી વરિષ્ઠ અધિકારીઓને આપવામાં આવી હતી. સ્ટેશન ઈન્ચાર્જના મતે સ્નાન કરતી વખતે દુર્ઘટના ઘટી હતી. હોસ્પિટલમાં પણ અધિકારીઓ પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાને પરિણામે પીડિતોના પરિવાર, ગામ તેમજ સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે.

  1. Child Drowned in Lake: જન્મદિવસના એક દિવસ પહેલા જીવનદીપ બુઝાયો, સુરતમાં 8 વર્ષના બાળકનું તળાવમાં ડૂબી જતાં મોત
  2. Amreli News: જાફરાબાદના મોટા માણસા ગામના તળાવમાં બે બાળકો ડૂબી જતા મોત

ABOUT THE AUTHOR

...view details