ગુજરાત

gujarat

પશુ બન્યો પિતા, પોતાની પુત્રી પર જ આચર્યું દુષ્કર્મ

By

Published : Dec 23, 2022, 7:52 PM IST

મહારાષ્ટ્રના પુણેમાં હેવાનિયતની હદ વટાવતો વધુ એક કિસ્સો (Rape of 20 year old minor in Maharashtra) સામે આવ્યો છે. વાસનામાં અંધ બનેલા પિતાએ તેની પુત્રી પર જ દુષ્કર્મ આચર્યું (father raped 20 year old daughter in pune) હતું. પીડિતાની માતા અને માતાનો મિત્ર તમામ આરોપીઓને તેમાં મદદ કરી રહ્યા હતા. આખરે પીડિતાએ કંટાળીને ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પશુ બન્યો પિતા, પોતાની પુત્રી પર જ આચર્યું દુષ્કર્મ
પશુ બન્યો પિતા, પોતાની પુત્રી પર જ આચર્યું દુષ્કર્મ

પુણે:મહારાષ્ટ્રના પુણેમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પિતાએ પોતાની 20 વર્ષની પુત્રી પર દુષ્કર્મ (father raped 20 year old daughter in Maharashtra) કર્યું હતું. આરોપી પિતા તેની સગીર દીકરીને અલગ-અલગ જગ્યાએ લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યું.(Rape of 20 year old minor in pune)

પિતાએ આચર્યું દુષ્કર્મ:આરોપી 46 વર્ષીય પિતા તેની 20 વર્ષની પુત્રીનું છેલ્લા 4 વર્ષથી પુણેમાં અલગ-અલગ જગ્યાએ જઈને જાતીય શોષણ કરતો હતો. પીડિતાની માતા અને માતાનો મિત્ર તમામ આરોપીઓને તેમાં મદદ કરી રહ્યા હતા.

આ પણ વાંચો:મોડલિંગની લાલચમાં યુવતી બની દુષ્કર્મનો શિકાર, યુવકે મીટિંગના બહાને બોલાવી

સગીરે નોંધાવી ફરિયાદ:પીડિતા સાથે દુર્વ્યવહાર કરનાર આરોપી પિતા ગેરેજમાં કામ કરે છે, આ પરિવાર મૂળ ઓડિશા રાજ્યનો છે. સગીર સાથે તેના પિતા, તેની માતા અને તેનો મિત્ર દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. પિતાએ શારિરીક ઈચ્છાને કારણે પુત્રી પર જ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે માતાનો મિત્ર દરરોજ પીડિતાના ઘરે આવતો હતો અને પીડિતા સાથે અશ્લીલ વાતો કરીને તેની નજીક જવાનો પ્રયાસ કરતો હતો. આ તમામ મુશ્કેલીથી કંટાળીને સગીરે આ ત્રણેય વિરુદ્ધ પુણેની કોંધવા પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો:ફરી એકવાર સુરતમાં નરાધમે પ્રેમમાં પ્રેમિકાના ગળે સરાજાહેર કટર ફેરવ્યું

પોલીસે આરોપીની કરી અટકાયત: પોલીસે પોક્સો કલમ અને અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને કેસને તપાસ માટે લોનીકંદ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓની લોનીકંદ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details