ગુજરાત

gujarat

ખેડૂતોનું 'ભારત બંધ', કુંડલી બોર્ડર પર ખેડૂતનું મોત

By

Published : Sep 27, 2021, 3:58 PM IST

ત્રણ કૃષિ કાનૂન રદ કરવાની માંગ કિસાન સતત દિલ્હીથી લગતી સીમાઓ પર છે. આજે ખેડુતો દ્વારા આંદોલન કરવા માટે ભારત બંધ કરવામાં આવ્યું છે. આ દરમિયાન કુંડલી બોડર તરફથી એક કિસાન કી મૌત (કુંડલી સરહદ ખેડૂત મૃત્યુ)ના સમાચાર સામે છે.

ખેડૂતોનું 'ભારત બંધ', કુંડલી બોર્ડર પર ખેડૂતનું મોત
ખેડૂતોનું 'ભારત બંધ', કુંડલી બોર્ડર પર ખેડૂતનું મોત

  • ખેડૂત આંદોલનમાં એક ખેડુતનુ મોત
  • મૌતનું કારણ હાર્ટ અટૈક કહેવામાં આવી રહ્યું છે
  • ખેડૂતની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી

ન્યુઝ ડેસ્ક: કુંડલી બોડર પર ચાલતા ખેડૂત આંદોલનમાં આજે ફરી એક કિસાનને દમતોડ્યો (કુંડલી સરહદ ખેડૂતનું મૃત્યુ) છે. મૃતક કિસાન બઘેલરામ જાલંધરનો રેહવાશી (લગભગ 55 વર્ષ) છે તેવુ જણાવામાં આવ્યુ છે.મૌતનું કારણ હાર્ટ અટૈક કહેવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસનું જણાવ્યુ છે કે, પોસ્ટમોર્ટમા રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.

ખેડૂત આંદોલનમાં પોતાનું બલિદાન આપી રહ્યોઃ ખેડૂત નેતા

ખેડૂત નેતા ગુરનમ સિંહે જણાવ્યું કે અમારા લડાયક ખેડૂતનું હૃદયની નિષ્ફળતાથી મૃત્યુ થયું છે. શરૂઆતથી જ ખેડૂત આંદોલનમાં પોતાનું બલિદાન આપી રહ્યો હતો અને આ અમારા આંદોલન માટે આ એક મોટું નુકસાન છે, પરંતુ જ્યાં સુધી આ ત્રણ કૃષિ કાયદા પાછા નહીં આવે. ત્યાં સુધી અમે આંદોલન સમાપ્ત નહીં કરીએ. આ મામલે માહિતી આપતાં પોલીસ સ્ટેશનમાં તહેનાત હેડ કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે, તેમને ખેડૂત આંદોલનમાં કાર્ડિયાક અરેસ્ટના કારણે ખેડૂત બઘેલ રામનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ

પોલીસે ખેડૂતની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણી શકાશે. આંદોલનને મજબૂત કરવા માટે આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું.

આ પણ વાંચોઃ રાકેશ ટિકૈતે ભાજપને ગણાવી કિમ જોંગની સરકાર

આ પણ વાંચોઃ અભી નહી તો કભી નહી: કેન્દ્ર સરકારના કૃષિ બીલના વિરોધમાં કચ્છના ખેડૂતોએ પ્રતીક ધરણાં કર્યા

ABOUT THE AUTHOR

...view details