ગુજરાત

gujarat

RBIના વ્યાજદરોમાં સતત ચોથી વાર કોઈ ફેરફાર નહીં

By

Published : Feb 5, 2021, 11:19 AM IST

Updated : Feb 5, 2021, 1:44 PM IST

ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે નવી ક્રેડિટ પોલીસીની જાહેરાત કરી છે. RBIએ આ વખતે પણ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. મીડિયાને સંબોધિત કરતા ગવર્નર શક્તિકાંત દાસ જણાવ્યું કે, રેપો રેટને 4 ટકા જ રાખવામાં આવશે. તેઓએ કહ્યું કે, 2021-22માં GDP ગ્રોથ 10.5 ટકા જ રહેવાનું અનુમાન છે.

શક્તિકાંત દાસ
શક્તિકાંત દાસ

  • RBIએ રેપો રેટ 4 ટકા યથાવત રાખ્યો
  • 2021-22માં GDP ગ્રોથ 10.5 ટકા જ રહેવાનું અનુમાન છે
  • માર્ચ 2021 સુધીમાં RBI ફુગાવાના લક્ષ્યની સમીક્ષા કરાશે

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંકએ સતત ચોથી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આમ બજેટ પછી આશા રાખીને બેઠેલા મધ્યમ વર્ગને એક વખત ફરી નિરાશા હાથ લાગી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે જાહેરાત કરી છે.

2021-22માં GDPમાં 10.5 ટકાના વધારાનું અનુમાન

નાણાંકિય વર્ષ 2021-22 માટે રજુ કરેલા બજેટમાં ગવર્નર શક્તિકાંત દાસ કહ્યું કે, 'આ બજેટમાં સ્વાસ્થ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે' રિઝર્વ બેન્કે આગામી નાણાંકીય વર્ષે 2021-22માં GDPમાં 10.5 ટકાના વધારાનું અનુમાન લગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે બજેટમાં તે 11 ટકા થવાનું અનુમાન લગાવ્યું છે.

ફુગાવાના દરની સમીક્ષા કરાશે

શક્તિકાંત દાસે કહ્યું કે, 'માર્ચ 2021 સુધીમાં RBI ફુગાવાના લક્ષ્યની સમીક્ષા કરશે' તેમણે કહ્યું કે, 'ફુગાવાને અંકુશમાં રાખવા માટે યોગ્ય પગલા લેવામાં આવ્યા છે' તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,'જાન્યુઆરી-માર્ચની વચ્ચે મોંધવારી દર 5.2 ટકા સુધી રહી શકે છે'

Last Updated : Feb 5, 2021, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details