ગુજરાત

gujarat

Encounter Underway in Pulwama: પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ, 3 આતંકી ઠાર

By

Published : Jul 14, 2021, 7:29 AM IST

Updated : Jul 14, 2021, 9:12 AM IST

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં (Pulwama) આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફરી એકવખત એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. મળતી માહીતી મુજબ, પોલીસ અને સુરક્ષા દળોએ વળતો જવાબ આપી રહ્યા છે. 3 આતંકી ઠાર કરાયા છે. પુલવામા એન્કાઉન્ટરમાં પાકિસ્તાનનો રહેવાસી લશ્કર આતંકવાદી અયાઝ સહિત બે સ્થાનિક આતંકવાદીઓ ઠાર કરાયા છે.

પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ
પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ

  • પુલવામામાં (Pulwama) આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફરી એકવખત એન્કાઉન્ટર શરૂ
  • સુરક્ષા દળોનો વળતો જવાહ
  • સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફરી એકવખત એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. મળતી માહીતી મુજબ, પોલીસ અને સુરક્ષા દળોએ વળતો જવાબ આપી રહ્યા છે.તો જવાબી હુમલામાં ત્રણ આતંકી ઠાર થયા છે.પુલવામા એન્કાઉન્ટરમાં પાકિસ્તાનનો રહેવાસી લશ્કર આતંકવાદી અયાઝ સહિત બે સ્થાનિક આતંકવાદીઓ ઠાર કરાયા છે.

LOC પાસે આવેલા રાજોરી જિલ્લામાં ઘૂસણખોરી

ગયા અઠવાડિયે થયેલા એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ગુરુવારે રાજ્યમાં સુરક્ષા દળો દ્વારા 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જેમાં સુંદરબનીમાં બે પાકિસ્તાની આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. LOC પાસે આવેલા રાજોરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં ઘૂસણખોરીને નિષ્ફળ બનાવતા સેનાએ બે પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં નાયબ સુબેદાર સહિતના બે જવાન પણ શહીદ થયા હતા. જ્યારે એક જવાન ઘાયલ થયો હતો.

આ પણ વાંચો : Encounter Continues In Kulgam: 24 કલાકમાં ત્રીજું એન્કાઉન્ટર

સેનાનો વળતો જવાબ

નિયંત્રણ રેખા પર સુંદરબની સેક્ટરના દાદલમાં 29 જૂને શંકાસ્પદ લોકો જોવા મળ્યા હતા, જેમની શોધમાં સમગ્ર વિસ્તારની સતત શોધખોળ કરવામાં આવી રહી હતી. આ લોકો પાકિસ્તાની આતંકવાદીઓ હતા જે દાદલના જંગલોમાં સ્થિત એક ગુફામાં છુપાયેલા હતા. સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. ગુરુવારે સવારે 10 વાગ્યાની આસપાસ આતંકવાદીઓના આ જૂથે આર્મીની એક ટીમને નજીક આવતા જોતા, તેઓએ ગ્રેનેડ ફેંકી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સેનાએ પણ જવાબી કાર્યવાહી કરીને આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

આતંકીઓ ગુફામાં છુપાયા હતા

એન્કાઉન્ટર દરમિયાન બપોરે એક આતંકી ગુફામાંથી બહાર આવ્યો હતો અને તેણે અંધાધૂંધ ગોળીબારી કરી હતી. જેથી સેનાની 17 મદ્રાસ રેજિમેન્ટના નાયબ સુબેદાર શ્રીજીત અને સિપાહી જસવંત રેડ્ડીની શહીદ થયા હતા. ફાયરિંગમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેને સારવાર માટે ઉધમપુરની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ પણ વાંચો : Pulwama Encounter : જમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં 5 આતંકીઓ ઠાર

Last Updated : Jul 14, 2021, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details