ગુજરાત

gujarat

કોરોના સંક્રમણમાં વધારો થવા માટે ચૂંટણીપંચ જવાબદાર, હત્યાનો કેસ દાખલ થવો જોઇએ : મદ્રાસ હાઇકોર્ટ

By

Published : Apr 26, 2021, 4:50 PM IST

મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ. બેનર્જી સુનાવણી દરમિયાન જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર માટે ચૂંટણીપંચ જવાબદાર છે. કોર્ટે નોંધ્યું કે જો ચૂંટણીપંચના અધિકારીઓ પર મર્ડર ચાર્જ લાદવામાં આવે તો તેમાં કશું ખોટું નહીં હોય.

મદ્રાસ હાઇકોર્ટ
મદ્રાસ હાઇકોર્ટ

  • કોરોનાની બીજી લહેર માટે ચૂંટણીપંચ જવાબદાર છે
  • ચૂંટણીપંચે કોરોના સંકટ બાદ પણ ચૂંટણી પ્રચારની રેલીઓ રોકી ન હતી
  • ચૂંટણીપંચના અધિકારીઓ સામે સંભવતઃ હત્યાનો કેસ દાખલ કરવો જોઇએ

તમિલનાડુ : દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરથી હંગામો મચાવી દીધો છે. આ મુદ્દે સોમવારે મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે કોરોનાની બીજી લહેર માટે ચૂંટણીપંચને જવાબદાર ઠેરવ્યું છે, કારણ કે ચૂંટણીપંચે કોરોના સંકટ બાદ પણ ચૂંટણી પ્રચારની રેલીઓ રોકી ન હતી.

આ પણ વાંચો -ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમિલનાડુ અને પોંડીચેરીમાં જેપી નડ્ડા રોડ શો

કોરોનાની બીજી લહેર માટે ચૂંટણીપંચ જવાબદાર છે - મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ

મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ. બનર્જીએ સુનાવણી દરમિયાન નોંધ્યું કે, કોરોનાની બીજી લહેર માટે ચૂંટણીપંચ જવાબદાર છે. જો ચૂંટણીપંચના અધિકારીઓ પર મર્ડર ચાર્જ લાદવામાં આવે તો તેમાં ખોટું નહીં લાગે.

આ પણ વાંચો -તમિલનાડુના કોંગી સાંસદનો વડાપ્રધાનને સવાલ, શા માટે તમિલનાડુથી 45 મેટ્રિક ટન ઓક્સિજન અન્ય રાજ્યોને મોકલાયો?

ચૂંટણીપંચના અધિકારીઓ સામે સંભવતઃ હત્યાનો કેસ દાખલ કરવો જોઇએ - મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ

કોર્ટમાં જ્યારે ચૂંટણીપંચે જવાબ આપ્યો કે, કોવિડ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવે છે, ત્યારે મતદાનના દિવસે નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. જેના પર કોર્ટે કડક વલણ અપનાવતા પૂછ્યું હતું કે જ્યારે ચૂંટણી અભિયાન ચાલી રહ્યો હતો, ત્યારે ચૂંટણી પંચ અન્ય ગ્રહ પર હતું કે શું? આ સાથે મદ્રાસ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, ચૂંટણીપંચના અધિકારીઓ સામે સંભવતઃ હત્યાનો કેસ દાખલ કરવો જોઇએ.

આ પણ વાંચો -ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપની ફજેતી, કોંગ્રેસ સાંસદના પત્નીનો ફોટો રાખી કરાયો પ્રચાર

2 મેના રોજ યોજાનારી મતગણતરી રદ્દ કરવાની ચેતવણી

આ સાથે ચૂંટણી પંચે 2 મેના રોજ યોજાનારી મતગણતરી રદ્દ કરવાની પણ ચેતવણી આપી હતી. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે, જો તમામ પ્રોટોકોલ્સને અનુસરવા માટેની મજબૂત યોજના રજૂ કરવામાં નહીં આવે તો 2 મેના રોજ યોજાનારી મતગણતરી રદ્દ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details