ગુજરાત

gujarat

CM arvind kejriwal: CM કેજરીવાલને EDનું વધુ એક સમન્સ, 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 9:43 AM IST

Updated : Jan 13, 2024, 9:57 AM IST

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને વધુ એક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. દિલ્હીમાં દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ આ ચોથું સમન્સ પાઠવ્યું છે.

Etv Bharat
Etv Bharat

નવી દિલ્હીઃદિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને વધુ એક સમન્સ પાઠવવામાં આવ્યું છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને EDએ આ ચોથું સમન્સ પાઠવ્યું છે. અગાઉ આપવામાં આવેલી નોટિસ પર કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા. કેજરીવાલે તેમને ગેરકાયદે ગણાવ્યા હતા. હવે ચોથું સમન્સ પાઠવીને ઈડીએ અરવિંદ કેજરીવાલને 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે.

આ વખતે પણ ઈડી સમક્ષ હાજર નહીં થાય કેજરીવાલ ? મુખ્યમંત્રી કાર્યાલય માંથી મળેલી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલ 18, 19 અને 20 જાન્યુઆરીએ ગોવા જવાના છે. તેથી, એવી સંભાવના છે કે ED દ્વારા મોકલવામાં આવેલા ચોથા સમન્સ પર પણ કેજરીવાલ પૂછપરછ માટે ED હેડક્વાર્ટરમાં નહીં જાય. કેજરીવાલની ગોવા મુલાકાત લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયારીઓ સાથે સંબંધિત છે. જ્યાં તેઓ ગોવામાં કામદારો સાથે વાતચીત કરશે. અગાઉ, કેજરીવાલનો ગોવા પ્રવાસ 11 અને 12 જાન્યુઆરી માટે પ્રસ્તાવિત હતો, પરંતુ પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમોની તૈયારીઓ સંબંધિત બેઠકને કારણે સૂચિત પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.

AAP સરકારનું વલણઃ આમ આદમી પાર્ટીએ દારૂ કૌભાંડમાં ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સનો હજુ સુધી જવાબ આપ્યો નથી. જોકે, આપ તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ EDની તપાસમાં સહકાર આપવા તૈયાર છે. પરંતુ EDની નોટિસ ગેરકાયદેસર છે. તેમનો ઈરાદો કેજરીવાલની ધરપકડ કરવાનો છે. તેઓ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરતા રોકવા માંગે છે. ચૂંટણી પહેલા જ નોટિસ કેમ?

કેજરીવાલના EDના 4 સમન્સઃEDના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓક્ટોબરમાં દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની ધરપકડ બાદ EDને આ વિશે મજબૂત પુરાવા મળ્યા છે. જેના આધારે પહેલીવાર EDએ 2 નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા, પરંતુ તે પછી પણ અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયાં ન હતા. ત્યારે પણ, અરવિંદ કેજરીવાલે સમન્સના બદલામાં, ઈડીને પત્ર લખીને પૂછ્યું હતું કે, તેઓને પહેલા જાણ કરવામાં આવે કે તેમને કયા કાયદા હેઠળ સમન્સ મોકલવામાં આવ્યું છે ? પ્રાપ્ત માહિતી અનુસાર, EDએ હજુ સુધી આ સંબંધમાં કોઈ માહિતી આપી નથી અને ત્રીજી વખત સમન્સ મોકલીને આજે કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જ્યારે ઈડીએ ત્રીજું સમન્સ મોકલ્યું ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિપશ્યના માટે પંજાબ ગયા હતા.

આપને જણાવી દઈએ કે આ પહેલા ગયા વર્ષે એપ્રિલમાં સીબીઆઈએ દિલ્હી દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી હતી. EDએ અત્યાર સુધીમાં કેજરીવાલને સતત ચાર વખત સમન્સ મોકલ્યા છે અને હવે આગામી 18 જાન્યુઆરીએ તેમને પૂછપરછ માટે હેડક્વાર્ટરમાં બોલાવ્યા છે. પહેલીવાર EDએ નોટિસ જારી કરીને 2 નવેમ્બરે તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ત્યાર બાદ 21મી ડિસેમ્બરે બીજું સમન્સ જારી કરવામાં આવ્યું હતું અને 3 જાન્યુઆરીએ ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું હતું.

  1. Delhi Rajya Sabha Election : જેલબંધ સંજયસિંહ બીજીવાર સાંસદ બન્યાં, સ્વાતિ માલીવાલ આપની પ્રથમ મહિલા સાંસદ બની
  2. SC SETS ASIDE HP HC ORDER : સંજય કુંડુ હિમાચલના ડીજીપી પદે રહેશે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય રદ કર્યો
Last Updated : Jan 13, 2024, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details