ગુજરાત

gujarat

ED raids hyderabad: હૈદરાબાદમાં YSRCPના ધારાસભ્યની કંપનીઓ પર EDના દરોડા, NHAI સાથે છેતરપિંડીનો કેસ

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 2:57 PM IST

હૈદરાબાદમાં YSRCPના ધારાસભ્ય મેકાપતિ વિક્રમ રેડ્ડીની કંપનીઓ પર ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ એટલે કે EDએ દરોડા પાડ્યા હતા. કંપની પર NHAI સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. આ સાથે અન્ય છેતરપિંડીના આક્ષેપો પણ કરવામાં આવ્યાં છે. YSRCPના ધારાસભ્ય મેકાપતિ વિક્રમ રેડ્ડી સામે આખરે શું છે આ સમગ્ર મામલો જાણીશું આ આર્ટિકલમાં.

ED raids on YSRCP MLA Mekapati Vikram Reddy'
ED raids on YSRCP MLA Mekapati Vikram Reddy

અમરાવતી: ઈડીએ હૈદરાબાદમાં કેએમસી કન્સ્ટ્રક્શનની ઓફિસ પર પ્રિવેન્ટિવ મની લોન્ડ્રિંગ એક્ટ 2002 હેઠળ દરોડા પાડ્યાં છે. YSRCPના ધારાસભ્ય મેકાપતિ વિક્રમ રેડ્ડી તેના ડિરેક્ટર છે. વિક્રમ રેડી સાથે મેકાપતિ પૃથ્વીકુમાર રેડ્ડી અને મેકાપતિ શ્રીકીર્તિ YSRCPના પૂર્વ સાંસદ મેકાપતિ રાજમોહન રેડ્ડીની પારિવારિક કંપની કેએમસી છે.

વિક્રમ રેડ્ડી સામે ઈડીની કાર્યવાહી: KMC સાથે ઈડીએ કોલકાતામાં GIPLમાં પણ દરોડાની કાર્યવાહી કરી છે. જેમાં વિક્રમ રેડ્ડી ડિરેક્ટર છે. એક અન્ય કંપની, ભારત રોડ નેટવર્ક (BRNL) છે. સીબીઆઈએ કેરળમાં રાષ્ટ્રીય રાજમાર્ગ કાર્યોનું કોન્ટ્રાક્ટ લેનારા વિક્રમ રેડ્ડી વિરૂદ્ધ ગુનાહિત ષડયંત્ર રચવું અને ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ સાથે છેતરપિંડી કર્યાનો કેસ દાખલ કર્યો છે. તેના આધારે જ ઈડીએ આ દરોડા પાડ્યાં છે.

શું હતો સમગ્ર મામલો: 2006-16 વચ્ચે, GIPL એ પલક્કડમાં NH-47 સાથે સંબંધિત કાર્યોના બે પ્રોજેક્ટ હાથ ધર્યા હતાં. ત્યારે તે કંપનીના ડિરેક્ટર તરીકે વિક્રમ રેડ્ડીએ એક ગુનાહિત ષડયંત્ર રચ્યું અને NHAI ને 102.44 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો. GIPL અને તેની પેટા કોન્ટ્રાક્ટર કેએમસી કંપનીએ NHAIના કેટલાંક અધિકારીઓ સહિત મુખ્ય ઈજનેર સાથે વિશ્વાસઘાત કરીને આ માર્ગ પ્રોજેક્ટ પૂર્ણ થયાં હોવાનું પ્રમાણ પત્ર હાંસલ કરી લીધું. આ ઉપરાંત તેમણે આ માર્ગ પર એક ટોલ બુથ પણ ઉભું કરી દીધું અને લોકો પાસેથી પૈસા વસૂલ કર્યા હતાં. તપાસ કરતા બસ ડેપોને પૂર્ણ કર્યા વગર વિજ્ઞાપન સ્થળોને ભાડે આપીને 125.21 કરોડ રૂપિયાનો ગેરકાયદે નફો કર્યા હોવાનું પણ જણાયું છે.

EDની તપાસમાં શું બહાર આવ્યું: EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'GIPL એ NHAIને અધૂરા કામો માંથી સંબંધિત રકમ જમા કરાવ્યા વગર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે. તેથી, અમે GIPL સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં રૂ. 125.21 કરોડની રોકડ અને ફિક્સ્ડ ડિપોઝિટ સ્થિર કરી દીધી છે. અમને જાણવા મળ્યું હતું કે KMCએ યોગ્ય મૂલ્યાંકન કર્યા વગર અને NHAI પાસેથી યોગ્ય મંજૂરી મેળવ્યા વગર GIPLમાં પોતાના 51 ટકા શેર BRNLને વેચી દીધા. તેથી, અમે KMC બેંક ખાતામાં 1.37 કરોડ રૂપિયા જપ્ત કરવાનો આદેશ જાહેર કર્યો છે.

  1. Gold Smuggling : દાણચોરીનો નવો આઈડિયા, કંઈક આવી રીતે સાડીમાં છુપાવ્યું હતું સોનું...
  2. ગુગલમાં નોકરી કરતી હૈદરાબાદની યુવતીને કેફી પીણું પીવડાવી આચર્યું દુષ્કર્મ

ABOUT THE AUTHOR

...view details