ગુજરાત

gujarat

Delhi Liquor Policy Scam : EDએ દિલ્હી, હૈદરાબાદ અને પંજાબમાં 35 સ્થળોએ પાડ્યા દરોડા

By

Published : Oct 7, 2022, 1:25 PM IST

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) એ શુક્રવારે ફરી એકવાર દિલ્હી એક્સાઇઝ પોલિસી (Delhi Excise Policy) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી. દિલ્હી સરકારે હવે આ નીતિ પાછી ખેંચી લીધી છે.

Delhi Liquor Policy Scam : EDએ દિલ્હી, હૈદરાબાદ અને પંજાબમાં 35 સ્થળોએ પાડ્યા દરોડા
Delhi Liquor Policy Scam : EDએ દિલ્હી, હૈદરાબાદ અને પંજાબમાં 35 સ્થળોએ પાડ્યા દરોડા

નવી દિલ્હી :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(Enforcement Directorate) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી (Delhi Excise Policy) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) શુક્રવારે ફરી એકવાર દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી. દિલ્હી સરકારે હવે આ નીતિ પાછી ખેંચી લીધી છે. સૂત્રોએ જણાવ્યું કે, EDના અધિકારીઓ દિલ્હી, પંજાબ અને હૈદરાબાદમાં 35 સ્થળો પર દરોડા (ED Raids 35 Places) પાડી રહ્યા છે. કેટલાક શરાબ વિતરકો, કંપનીઓ અને તેમની સાથે જોડાયેલા સંગઠનોની શોધ કરવામાં આવી રહી છે.

EDએ 103થી વધુ જગ્યાએ પાડ્યા દરોડા :આ મામલામાં EDએ અત્યાર સુધીમાં 103થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા છે. આ કેસમાં દારૂના વેપારી અને દારૂ બનાવતી કંપની 'ઇન્ડોસ્પિરિટ'ના મેનેજિંગ ડિરેક્ટર સમીર મહેન્દ્રુની ગયા મહિને ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા કેસમાં FIR નોંધાયા બાદ ઈડીએ મની લોન્ડરિંગનો કેસ(Money Laundering Case) નોંધ્યો હતો. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી એક્સાઈઝ પોલિસી 2021-22ના અમલીકરણમાં કથિત અનિયમિતતા અંગે SBI તપાસની ભલામણ કરી હતી. તેમણે આ કેસમાં 11 એક્સાઈઝ અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા.

CBIની એફઆઈઆરમાં છે આરોપ :બીજી તરફ CBIની એફઆઈઆરમાં આરોપ છે કે, ડેપ્યુટી સીએમ સિસોદિયાના કથિત સહયોગી અર્જુન પાંડેએ એન્ટરટેઈનમેન્ટ અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના પૂર્વ CEO વિજય નાયર વતી સમીર મહેન્દ્રુ પાસેથી લગભગ 2-4 કરોડ રૂપિયા રોકડા લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details