ગુજરાત

gujarat

હરિયાણામાં EDના દરોડામાં INLD નેતા દિલબાગ સિંહના ઘરેથી કરોડો રૂપિયા રોકડા અને વિદેશી હથિયારો મળ્યા

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2024, 12:58 PM IST

ગેરકાયદે ખનન કેસમાં EDની ટીમ હરિયાણામાં બીજા દિવસે પણ મોટા દરોડા પાડી રહી છે. દરોડા દરમિયાન INLD નેતા દિલબાગ સિંહના ઘરેથી લગભગ 5 કરોડ રૂપિયા રોકડા, વિદેશી હથિયારો અને 300 જીવતા કારતુસ મળી આવ્યા હતા. આ સિવાય EDની ટીમ સોનીપત કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવારના ઘર સહિત અન્ય ઘણી જગ્યાઓ પર દરોડા પાડી રહી છે.

Etv Bharat
Etv Bharat

ચંદીગઢ : હરિયાણામાં ગેરકાયદે માઈનિંગ કેસમાં સતત બીજા દિવસે EDના દરોડા ચાલુ છે. EDએ હરિયાણામાં 15 થી વધુ જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ સમગ્ર મામલો ગેરકાયદે માઈનિંગ અને ઈ-પેમેન્ટ કૌભાંડ સાથે જોડાયેલો છે. EDએ પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘરેથી 5 કરોડ રૂપિયા રોકડા, સોનાના બિસ્કિટ અને હથિયારો જપ્ત કર્યા છે. EDની ટીમ સોનીપતના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવારના ઘરે હાજર છે. તેમની પૂછપરછ કરી રહી છે.

INLDના પૂર્વ ધારાસભ્યના ઘરેથી શું મળ્યું? : ED સૂત્રોના જણાવ્યા અનુસાર, INLD નેતા અને પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના પરિસરમાં EDની કાર્યવાહીમાં લગભગ રૂપિયા 5 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. હાલમાં નોટોની ગણતરી ચાલી રહી છે. દિલબાગ સિંહના ઘરેથી ઘણા વિદેશી હથિયારો અને 300 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. દરોડામાં 100 થી વધુ દારૂની બોટલો અને 4/5 કિલો સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. તેની તસવીરો પણ જાહેર કરવામાં આવી છે.

24 કલાકથી ચાલુ છે દરોડાઃ ગેરકાયદે માઈનિંગ કેસમાં ઈડીની ટીમે ગુરુવારે 4 જાન્યુઆરીએ સવારે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. દરોડા માટે EDના અધિકારીઓ અને CISFના જવાનો 5 અલગ-અલગ વાહનોમાં સવારના 8 વાગે સોનીપતના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવારના ઘરે પહોંચ્યા હતા. ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર ED અધિકારીઓને ધારાસભ્યના નિવાસસ્થાનમાંથી કેટલાક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. ગેરકાયદે ખનન કેસ, હરિયાણાના કરનાલ, યમુનાનગર, ફરીદાબાદ તેમજ ચંદીગઢ અને મોહાલીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ બાદ EDએ આ મામલે FIR દાખલ કરી હતી.

કરનાલમાં બીજેપી નેતાના ઘરે EDના દરોડા : EDની ટીમે ગુરુવારે સવારે કરનાલમાં સેક્ટર-13માં બીજેપી નેતા અશોક વાધવાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. હાલમાં EDની ટીમ મહત્વપૂર્ણ દસ્તાવેજોને સ્કેન કરવામાં વ્યસ્ત છે.

  1. Asia's richest person: ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, મુકેશ અંબાણી 13માં સ્થાને...
  2. દિલ્હીમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીની ધરપકડ બાદ તેના છ સહયોગીઓના નામ આવ્યા સામે

ABOUT THE AUTHOR

...view details