ગુજરાત

gujarat

20 લાખની લાંચ લેતા તમિલનાડના ઈડી અધિકારીની ધરપકડ, મદુરાઈ ઈડી ઓફિસ પર દરોડા પડ્યાં!

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 9:50 PM IST

તમિલનાડુના ભ્રષ્ટાચાર વિરોધી નિર્દેશાલયે 20 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ઈડી અધિકારીની ધરપકડ કરી છે. કાર્યવાહી બંધ કરવાના બદલામાં ઈડી અધિકારીએ ડૉક્ટર પાસેથી આ રકમની માંગણી કરી હતી. આ મામલામાં ભ્રષ્ટાચાર વિરોધી વિભાગે પ્રથમ વખત મદુરાઈ એન્ફોર્સમેન્ટ વિભાગની ઓફિસ પર દરોડા પાડીને હલચલ મચાવી દીધી છે.

20 લાખની લાંચ લેતા તમિલનાડના ઈડી અધિકારીની ધરપકડ, મદુરાઈ ઈડી ઓફિસ પર દરોડા પડ્યાં!
20 લાખની લાંચ લેતા તમિલનાડના ઈડી અધિકારીની ધરપકડ, મદુરાઈ ઈડી ઓફિસ પર દરોડા પડ્યાં!

ડિંડીગુલ : તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં શુક્રવારે એક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીનીે એક ડૉક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ અંકિત તિવારી તરીકે થઈ છે. રોકડની સાથે કેન્દ્રીય એજન્સી દ્વારા જારી કરાયેલ તેનું એક સત્તાવાર ઓળખ કાર્ડ પણ મળી આવ્યું હતું. ત્યારે વ્યાવસાયિકો જેના નામથી ફફડી ઉઠે છે તેવા ઈડી અધિકારી લાંચના કેસમાં ઝડપી લેવા ખુદ મદુરાઈ ઈડી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં.

અંકિત તિવારી 5 વર્ષથી ઈડીમાં : લાંચ કેસમાં પકડાયેલા ઈડી અધિકારી અંકિત તિવારીેની લિંક્ડઈન પ્રોફાઈલ મુજબ ધરપકડ કરાયેલ વ્યક્તિ અંકિત તિવારી પાંચ વર્ષથી વધુ સમયથી ઈડી સાથે કામ કરી રહ્યો છે. કેન્દ્રીય એજન્સીમાં જોડાતા પહેલાં તેમણે બિગ ફોર એકાઉન્ટિંગ ફર્મ્સમાંની એકમાં કામ કર્યું હતું. મદુરાઈ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં ભ્રષ્ટાચાર વિરોધી વિભાગે પાડેલા પ્રથમ દરોડાથી ખળભળાટ મચી ગયો છે.

મેજિસ્ટ્રેટ સમક્ષ લઇ જવાયા : ઈડી ઓફિસમાં દરોડાના કારણે સોથી વધુ પોલીસકર્મીઓ તેમજ ઈન્ડો-તિબેટિયન પેરામિલિટરી ફોર્સના 50 સભ્યોને સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે. ઈડી અધિકારી અંકિત તિવારીને DVAC ઑફિસમાંથી લઈ જવામાં આવશે અને ડિંડીગુલમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

ડોક્ટર પાસે 51 લાખ માગેલા :જણાવવામાં આવે છે કે અંકિત તિવારીએ ડિંડીગુલ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. સુરેશ બાબુને કેસમાંથી બચાવવા માટે 3 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી અને કહ્યું હતું કે તેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સોંપવામાં આવશે. એવું કહેવાય છે કે ડૉ. સુરેશ આ વાત માટે સંમત નહોતા અને અંતે રૂ. 51 લાખમાં સમાધાન થયું હતું, જેમાંથી ડૉ. સુરેશ બાબુએ 1 નવેમ્બરે 20 લાખ રૂપિયા આપ્યા હતાં. અંકિત તિવારીએ 30 નવેમ્બરના રોજ વોટ્સએપ કોલ દ્વારા ડૉક્ટર પાસેથી બાકીની રકમ માંગી હતી. આ અંગે ડૉ. સુરેશ બાબુએ 30 નવેમ્બરના રોજ ડિંડીગુલ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સામાં લાંચ રૂશ્વત વિરોધી પોલીસની સલાહ મુજબ તેણે 1 ડિસેમ્બરના રોજ ડિંડીગુલમાં મદુરાઈ બાયપાસ રોડ પર ઓફિસરની કારમાં 20 લાખ રૂપિયા રાખ્યાં હતાં.

ઈડી અધિકારીએ ભાગવાનો પ્રયાસ કર્યો : દરમિયાન ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC)ની ટીમે ઈડી ઓફિસર અંકિત તિવારીને ઘેરી લીધો હતો. ડીંડિગુલથી મદુરાઈ જવાના રોડ પર કોડાઈ રોડ પર ટોલ ગેટની જાણ થતાં ઈડી અધિકારીએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે કારને જપ્ત કરવામાં આવી હતી. ED અધિકારીની ધરપકડ કર્યા બાદ તેની પાસેથી 20 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસને લઇ ડિંડીગુલ જિલ્લાના ભ્રષ્ટાચાર વિરોધી વિભાગના અધિકારીઓએ તપાસ માટે મદુરાઈ થાબલ થંથીનગર વિસ્તારમાં એન્ફોર્સમેન્ટ વિભાગની સહાયક ઝોનલ ઓફિસની મુલાકાત પણ લીધી. આ અંગે પ્રવર્તન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ લાંચ રૂશ્વત વિરોધી વિભાગને પ્રવર્તન વિભાગની કચેરીમાં ઉચ્ચ અધિકારીની ગેરહાજરીમાં સર્ચ કરવાની મંજૂરી આપી શકતા નથી.

ઓફિસમાં દરોડની પરવાનગી લેવાઇ : આ કેસમાં ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓએ લાંબો સમય રાહ જોવી પડી હતી. ત્યાં સુધીમાં 100થી વધુ પોલીસકર્મીઓ એકઠા થઈ ગયા હતા. ઉપરાંત ભ્રષ્ટાચાર વિરોધી વિભાગના અધિકારીઓએ ધરપકડ કરાયેલ ઈડી અધિકારી દ્વારા ઉપયોગમાં લેવાતા રૂમની તપાસ કરવાની પરવાનગી માંગી કારણ કે તે મદુરાઈ સબ-ઝોનલ ઓફિસમાં કામ કરતાં હતાં. દરમિયાન ઈડી વિભાગના વકીલો પણ એન્ફોર્સમેન્ટ વિભાગની ઓફિસે પહોંચી ગયાં હતાં. દરોડાની પરવાનગી મળ્યા પછી ભ્રષ્ટાચાર વિરોધી પોલીસે મદુરાઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સહાયક પ્રાદેશિક કચેરીમાં દરોડા પાડવાનું શરૂ કર્યું હતું.

  1. Ahmedabad Crime : સબ રજિસ્ટાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, ઘરમાંથી મળ્યા 58 લાખ રોકડ અને દારૂ
  2. Rajasthan ACB: રાજસ્થાન ACBએ ED અધિકારી અને સહયોગી પર 15 લાખની લાંચ લેતા ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details