ગુજરાત

gujarat

Earthquake: દિલ્હી એનસીઆર સહિત પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2024, 5:15 PM IST

ભારતના હવામાન વિભાગે દિલ્હી એનસીઆર સહિત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકાની માહિતી આપી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Earthquake Tremors Delhi NCR Punjab Hariyana Pakistan Afghanistan Epicenter hindukush area

દિલ્હી એનસીઆર સહિત પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી એનસીઆર સહિત પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હી/ચંદીગઢઃ અફઘાનિસ્તાનના હિન્દુ કુશ વિસ્તારમાં 6.3ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. જેના બાદ ગુરુવારે દિલ્હી-એનસીઆર અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતીય સમય અનુસાર મધ્યાહને 2.50 કલાકે આવેલ ભૂકંપનું એપીસેન્ટર કાબુલથી 241 કિલોમીટર ઉત્તર અને ઉત્તર પૂર્વમાં નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભય ફેલાયો હતો. દિલ્હી અને એનસીઆરના અનેક વિસ્તારોના ઘરોમાં ફર્નિચર ધ્રુજવા લાગ્યું હતું. સમચાર એજન્સી એએનઆઈ અનુસાર અફઘાનિસ્તાનમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બાદ દિલ્હી સહિત ઉત્તર ભારતના પંજાબ અને હરિયાણા રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અનુભવાયા હતા. જો કે આ ભૂકંપના આંચકામાં જાનહાનિના કોઈ સમાચાર હજૂ સુધી આવ્યા નથી.

અફઘાનિસ્તાનમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ ઉત્તર ભારતના રાજ્ય જમ્મુ કાશ્મીરના પુંચ સેક્ટરમાં પણ ભૂકંપના આચકા આવ્યા હતા. ચંદીગઢમાં પણ લોકોને ભૂકંપના આચકાનો અનુભવ થયો હતો. ઉપરાંત પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં પાકિસ્તાનના જીયો ન્યૂઝ અનુસાર લાહોર, ઈસ્લામાબાદ, રાવલપીંડી અને ખૈબર પખ્તૂનખા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં પણ જાનહાનિ થઈ હોવાના કોઈ સમાચાર નથી. જો કે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

પાકિસ્તાન હવામાન વિભાગે એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી કે, પાકિસ્તાનના કેટલાક ભાગોમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપનું એપીસેન્ટર અફઘાનિસ્તાના હિન્દુકુશ વિસ્તારમાં નોંધાયું હતું. 6.0ની તીવ્રતાનો ભૂકંપ ભારતીય સમય અનુસાર મધ્યાહને 2.20 કલાકે હિન્દુકુશ વિસ્તારમાં 213 કિમી ઊંડાઈએ આવ્યો હતો.

  1. Earthquake Tremors in Amreli : વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા ગ્રામ્ય જીવનના લોકોમાં ભયનો માહોલ
  2. Bhimasar model village: શહેરને પણ ટક્કર મારે એવું છે ભીમાસર ગામ, જાણો 2001 ભૂકંપ બાદ કેવી રીતે ગામે કર્યો વિકાસ

ABOUT THE AUTHOR

...view details