ગુજરાત

gujarat

કોવિડના સમય દરમિયાન, દર 8 માંથી એક વૃદ્ધ વ્યક્તિ છે હતાશ

By

Published : Nov 25, 2022, 5:41 PM IST

છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાઇરસે (Corona virus) વિશ્વને અનિશ્ચિતતા તરફ ધકેલી દીધું છે. કોરોના, બેકારી, સ્વાસ્થ્યસુવિધાનો અભાવ જેવી બાબતો વ્યક્તિને અસહજ બનાવી રહી છે. 2020માં યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સંશોધકો દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં (In a survey from the University of Toronto) જાણવા મળ્યું છે કે, પહેલા કરતાં વધુ વૃદ્ધ લોકો હતાશ થઈ ગયા છે.

Etv Bharatકોવિડના સમય દરમિયાન, દર 8માંથી એક વૃદ્ધ વ્યક્તિ હતાશ છે
Etv Bharatકોવિડના સમય દરમિયાન, દર 8માંથી એક વૃદ્ધ વ્યક્તિ હતાશ છે

ટોરોન્ટો:કોવિડ 19 રોગચાળાની ઊંચાઈ દરમિયાન 8માંથી એક વરિષ્ઠ નાગરિક પ્રથમ વખત ડિપ્રેશનનો ભોગ બન્યો હતો, એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે. 2020માં યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના (University of Toronto) સંશોધકો દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં કુલ 20,000 વૃદ્ધ લોકોએ ભાગ લીધો હતો. તેમાંથી 45 ટકા લોકોએ એવું જાહેર કર્યું હતું કે, તેઓ માનસિક સમસ્યાઓથી પીડાય છે.

વૃદ્ધ લોકો હતાશ થઈ ગયા: સંશોધક એન્ડી મેકનીલે સમજાવ્યું, "રોગચાળાને કારણે પહેલા કરતાં વધુ વૃદ્ધ લોકો હતાશ થઈ (People are depressed because of Corona) ગયા છે. કોવિડને કારણે તેમના સામાન્ય જીવનને મોટો ફર્ક પડ્યો છે, પરંતુ તેણે ભૂતકાળની માનસિક સમસ્યાઓ પણ ઉલટાવી દીધી હતી," સંશોધક એન્ડી મેકનીલે સમજાવ્યું છે.

"માનસિક આરોગ્ય એટલે (mental health) માનસિક બીમારીનો અભાવ. તેને માનસની એવી સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય, જેમાં દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા વિશે સભાન હોય, જે જીવનના સામાન્ય તણાવનો સામનો કરી શકતી હોય, જે ઉત્પાદનક્ષમતા સાથે ફળદાયી રીતે કામ કરી શકતી હોય અને પોતાના સમાજને પ્રદાન આપી શકે તેમ હોય."

ABOUT THE AUTHOR

...view details