ગુજરાત

gujarat

'સાક્ષી' અખબારને પ્રોત્સાહન આપે છે, તેવા આક્ષેપ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે આંધ્ર હાઈકોર્ટને લગાવી ફટકાર

By

Published : Apr 10, 2023, 11:03 PM IST

Updated : Apr 11, 2023, 7:05 AM IST

સર્વોચ્ચ અદાલતે ટીપ્પણી કરી હતી કે, ઈનાડુની અરજી દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેંચમાં ટ્રાન્સફર થઈ શકે છે. જે આ મામલે આખરે વિચારણા કરશે, જેના પર પ્રતિવાદીઓનું પ્રતિનિધિત્વ કરતા સીએસ વૈદ્યનાથને તેમના અસીલ પાસેથી સૂચનાઓ લેવા શુક્રવાર સુધીનો સમય માંગ્યો હતો.

EENADU
EENADU

નવી દિલ્હી:આંધ્ર પ્રદેશ સરકારે સપ્ટેમ્બર 2020 માં સરકારી યોજનાઓનો પ્રચાર કરવા અને સરકારી યોજનાઓનો લાભ લેવામાં લોકોને મદદ કરવા સ્વયંસેવકોની નિમણૂક કરી હતી. દરેક 50 ઘરો માટે એક સ્વયંસેવકના દરે 2.56 લાખ સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવી હતી. જૂન 2022 માં, આંધ્ર પ્રદેશ સરકારે 2.56 લાખ ગામ/વોર્ડ સ્વયંસેવકોમાંથી પ્રત્યેકને રૂ. 200 ની રકમ પ્રતિ માસ રૂ. 5000 ના માનદ વેતન ઉપરાંત વ્યાપક-પ્રસારિત અખબાર ખરીદવા માટે એક સરકારી આદેશ પસાર કર્યો હતો.

આ પણ વાંચોઃNational Party : AAP બની રાષ્ટ્રીય પાર્ટી, ચૂંટણી પંચે CPI, NCP અને TMCનો દરજ્જો છીનવી લીધો

EENADU છે યલો મીડિયાઃ પાછળથી ડિસેમ્બર 2022માં બીજો આદેશ પસાર કરવામાં આવ્યો, જેમાં 1.45 લાખ ગામ/વોર્ડ અધિકારીઓને રૂ. 200 ની ચૂકવણી મંજૂર કરવામાં આવી. EENADU એ ફેબ્રુઆરી 2023 માં અમરાવતીમાં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ સમક્ષ GOને પડકાર્યો હતો કે, મુખ્યપ્રધાન, તેમના પ્રધાનો અને પક્ષના કાર્યકર્તાઓ આગ્રહ કરી રહ્યા હતા કે, EENADU એ યલો મીડિયા છે અને લોકો દ્વારા વાંચવું જોઈએ નહીં અને તેના બદલે સાક્ષીને ખરીદવાનો આગ્રહ કર્યો.

કોર્ટ સમક્ષ સ્પેશિયલ લીવ પિટિશન દાખલઃ મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની આંધ્રપ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા આ મામલો લેવામાં આવ્યો હતો, જેણે વચગાળાનો આદેશ પસાર કરવાનો ઇનકાર કર્યો હતો અને વર્ષ 2020 માં અન્ય પીઆઈએલ સાથે સુનાવણી માટે આ બાબતને હાથ ધરી હતી. એપી હાઈકોર્ટની ડિવિઝન બેંચના આદેશથી નારાજ, ઈનાડુએ સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી. 29 માર્ચે સુપ્રીમ કોર્ટે પ્રતિવાદીઓને નોટિસ પાઠવી હતી. સોમવારે, પ્રતિવાદીઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને વરિષ્ઠ વકીલ સીએસ વૈદ્યનાથન, રણજીત કુમાર દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃVideo Viral : ગોરખપુરમાં TTEએ એન્જિનિયર પ્રવાસીને માર માર્યો, વીડિયો થયો વાયરલ

રિટ પિટિશન દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફરઃ સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું કે, સ્વયંસેવકો કોણ છે. તેમની નિમણૂક કેવી રીતે થાય છે? આ અંગે વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અને દેવદત્ત કામતે કહ્યું કે, તેઓ પાર્ટીના કાર્યકર્તા છે અને તેઓ પાર્ટીના એજન્ડા માટે કામ કરે છે. કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટમાં આ મામલો જે રીતે હાથ ધરવામાં આવ્યો તે ખૂબ જ ચિંતાનો વિષય છે. તેથી, રિટ પિટિશન દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર થઈ શકે છે અને તેઓ તેની સુનાવણી કરશે.

રિટ પિટિશનની સુનાવણીઃ વરિષ્ઠ વકીલ સીએસ વિદ્યાનાથને કોર્ટની ટિપ્પણી પર પોતાનો મુદ્દો રાખ્યો હતો. તેમણે કહ્યું કે, આ મહિનાની 21 તારીખે સુનાવણી થવાની છે એટલા માટે આ સમયે મામલો ટ્રાન્સફર કરવો યોગ્ય રહેશે નહીં. મુકુલ રોહતગીએ કહ્યું કે, પીઆઈએલ સાથે ઉશોદયની રિટ પિટિશનની સુનાવણી થઈ શકે નહીં. તેથી આ બાબતને ટ્રાન્સફર કરી શકાય છે. સીએસ વૈદ્યનાથને શુક્રવાર સુધીનો સમય માંગ્યો હતો. કોર્ટે કહ્યું કે, આવી સ્થિતિમાં અમે સરકારના આદેશ પર સ્ટે આપીએ છીએ. આ અંગે સુનાવણી પહેલા આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં અને કેસની આગામી સુનાવણી 17 એપ્રિલે થશે.

Last Updated :Apr 11, 2023, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details