ગુજરાત

gujarat

અરવિંદ કેજરીવાલે CBSE બોર્ડની પરીક્ષા મુલતવી રાખવા રજૂઆત કરી

By

Published : Apr 13, 2021, 3:33 PM IST

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ કેંદ્રની આગામી CBSE બોર્ડની પરીક્ષા મુલતવી રાખવા અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી છે.

અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ

  • મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે CBSEની પરીક્ષા મુલતવી રાખવા માંગ કરી
  • 6 લાખ વિદ્યાર્થીઓ દિલ્હીમાં CBSE બોર્ડની પરીક્ષા આપશે
  • પરીક્ષા યોજાશે તો પરીક્ષા કેન્દ્રો હોટસ્પોટ બની જશે

નવી દિલ્હી :મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ કેન્દ્રની આગામી CBSE બોર્ડની પરીક્ષા મુલતવી રાખવા અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, 6 લાખ વિદ્યાર્થીઓ દિલ્હીમાં બોર્ડની પરીક્ષા આપશે. આવા સંજોગોમાં, પરીક્ષા કેન્દ્રો હોટસ્પોટ બની જશે.

CBSEની પરીક્ષા દિલ્હીના 6 લાખ વિદ્યાર્થીઓ આપશે

કેજરીવાલે જણાવ્યું હતું કે, CBSEની પરીક્ષાઓ આવવાની છે. CBSEની પરીક્ષા દિલ્હીના 6 લાખ વિદ્યાર્થીઓ આપશે. જેમાં એક લાખની નજીકની સંખ્યામાં શિક્ષકો જોડાશે. આ મોટા પાયે કોરોના ફેલાવી શકે છે. હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે, CBSEની પરીક્ષાઓ રદ કરવામાં આવે.

આ પણ વાંચો : CBSEની બાકી રહેલી તમામ પરીક્ષા રદ, પૂર્વ ચેરમેન અશોક ગાંગુલી સાથે ખાસ વાતચીત

કોરોનાથી સાજા થયેેલા લોકોએ સામે આવીનેે પ્લાઝ્માનું દાન કરવું

મુખ્યપ્રધાને જણાવ્યુંં કે, બાળકોનું જીવન કિંમતી છે. તેથી કોરોનાને જોતાં કેન્દ્રએ બીજા વિકલ્પ વિશે વિચારવું જોઇએ.સાથે જ મુખ્ય પ્રધાન કોરોનાથી સાજા થઈ ગયેલા લોકોને સામે આવીનેે પ્લાઝ્માનું દાન કરવું જોઇએ.

આ પણ વાંચો : CBSEની બાકી રહેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષા રદ્દ

નવી લહેરમાંં યુવાનો અને બાળકો વધુ પ્રભાવિત થઈ રહ્યા

મુખ્યપ્રધાને જણાવ્યુંં કે, 'આ વખતે કોરોની લહેર ખૂબ જોખમી છે. આ લહેરમાંં યુવાનો અને બાળકો વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. આ વખતે 65 ટકા દર્દીઓ 45 વર્ષથી ઓછી ઉંમરના છે. હું યુવાનોને વિનંતી કરું છું કે, જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે કોવિડ-19 માર્ગદર્શિકાનું કડકાઇથી પાલન કરો.

ABOUT THE AUTHOR

...view details