ગુજરાત

gujarat

Bjp aap poster war: દિલ્હીમાં ભાજપ-આપ વચ્ચે પોસ્ટર વોર, ભાજપે સંજય સિંહ અને મનીષ સિસોદિયાનું નવું પોસ્ટર કર્યુ જાહેર

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 1:11 PM IST

આપ સાંસદ સંજય સિંહની ધરપકડ બાદ દિલ્હીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આપ અને ભાજપ બંને હવે ખુલીને સામે આવી ગયાં છે. બંને પક્ષો વચ્ચે હવે આરોપ અને પ્રત્યારોપનો સિલસિલો યથાવત છે. ત્યારે ભાજપે સંજય સિંહની ધરપકડ બાદ નવું પોસ્ટર બહાર પાડ્યું છે.

poster war
poster war

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના રાજકારણમાં ફરી એકવાર પોસ્ટર વોરની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કાલે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ બાદ આપ પાર્ટી દ્વારા સંજય સિંહનું પોસ્ટર જાહેર કરાયું હતું. જેમાં સંજય સિંહના ફોટા સાથે નીચે લખ્યું હતું કે 'ઈમાનદારી એવી હોય કે ના કોઈ ડરાવી શક્યું કે ના કોઈ નમાવી શક્યું'. આપ પાર્ટીના આ પોસ્ટર પર ભાજપની પ્રતિક્રિયા તો આવવાની જ હતી અને ભાજપે તેના જવાબમાં નવું પોસ્ટર જાહેર કરી દીધું હતું.

ભાજપ-આપ વચ્ચે પોસ્ટર વોર: સંજય સિંહની ધરપકડ બાદ ભાજપે નવું પોસ્ટર જાહેર કર્યુ છે, જેમાં સંજય સિંહ અને મનીષ સિસોદિયાને તિહાડ જેલની અંદર કેદી તરીકે દર્શાવ્યાં છે. દિલ્હીમાં ભાજપ પ્રદેશે એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું છે, in Tihar Jail now. આપ નેતા સંજય સિંહની ધરપકડ બાદ દિલ્હીમાં પોસ્ટર વોરની રાજનીતિ ગરમાઈ ગઈ છે. એક તરફ દિલ્હી ભાજપ બંનેને ભ્રષ્ટાચારી અને લૂંટારા ગણાવી રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ પોતાના નેતાના પક્ષમાં પોસ્ટર જાહેર કરતા ઈમાનદારીનું સર્ટિફિકેટ આપ્યું છે.

આપનો ભાજપ પર આરોપ: મહત્વપૂર્ણ છે કે, બુધવારે આપ નેતા સંજય સિંહના સરકારી નિવાસ પર ઈડીની રેડ પડી હતી. ત્યાર બાદ સાંજ થતાં સુધીમાં સંજય સિંહની ઈડીએ ધરપકડ કરી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખુબ હંગામો પણ કર્યો હતો. આમ આદમી પાર્ટીએ કેન્દ્રની મોદી સરકાર પર ગંભીર આરોપ પણ લગાવ્યાં હતાં, અને કહ્યું હતું કે, ઈમાનદાર અને ગરીબોનો અવાજ ઉઠાવનાર લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

ભાજપનો આપ પર આરોપ:તો બીજી તરફ ભાજપ પણ સતત આરોપ લગાવી રહ્યું છે કે, ભ્રષ્ટાચાર કરશો તો જેલમાં જવું પડશે. દિલ્હીમાં શરાબ કૌભાંડ થયું છે, અને તેમાં અરવિંદ કેજરીવાલ અને તેના નેતા પણ સામેલ છે.

  1. Income Tax Raid: ડીએમકે સાંસદ જગતરક્ષકના ઘરે ITના દરોડા, કરચોરીનો મામલો
  2. US Report On Pakistani Media: યુએસ રિપોર્ટમાં ખુલાસો, ચીન પાકિસ્તાની મીડિયા પર માંગે છે નિયંત્રણ

ABOUT THE AUTHOR

...view details