ગુજરાત

gujarat

CWG 2022: બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ ભવ્ય સમાપન સમારોહ સાથે થઈ સમાપ્ત

By

Published : Aug 9, 2022, 9:01 AM IST

Updated : Aug 9, 2022, 9:13 AM IST

CWG 2022: બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ ભવ્ય સમાપન સમારોહ સાથે થઈ સમાપ્ત
CWG 2022: બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ ભવ્ય સમાપન સમારોહ સાથે થઈ સમાપ્ત

બર્મિંગહામમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games 2022) ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વર્ષની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 61 મેડલ જીત્યા હતા. જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતના મોટાભાગના મેડલ કુસ્તી અને વેઈટલિફ્ટિંગમાંથી આવ્યા છે.

બર્મિંગહામ:કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) સોમવારે બર્મિંગહામના એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં સમાપન સમારોહ સાથે સમાપ્ત થઈ. 11 દિવસ સુધી ચાલેલી આ રમતોત્સવમાં ભારતના 215 જેટલા ખેલાડીઓએ પંદર રમતોમાં ભાગ લીધો હતો અને 22 ગોલ્ડ સહિત કુલ 61 મેડલ જીત્યા હતા. આ સમારોહમાં ગોલ્ડ વિજેતા બોક્સર નિખત ઝરીન અને ટેબલ ટેનિસ સ્ટાર શરથ કમલ ભારતના ધ્વજ ધારક હતા. શરથે બર્મિંગહામમાં ટેબલ ટેનિસમાં ચાર મેડલ જીત્યા હતા. જેમાં ત્રણ ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. નિખાતે બોક્સિંગમાં ગોલ્ડ જીત્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સ 2022 સમાપ્ત થઈ :બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગઈ છે. હવે 2026 માં, આગામી આવૃત્તિ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં યોજાશે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સહિત કુલ 61 મેડલ સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા 67 ગોલ્ડ, 57 સિલ્વર અને 54 બ્રોન્ઝ સહિત કુલ 178 મેડલ સાથે પ્રથમ ક્રમે છે.

Last Updated :Aug 9, 2022, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details