ગુજરાત

gujarat

પ્રેમી પંખીડાઓ આ રીતે લગ્ન સ્થળ પર પહોંચ્યાં કે લોકો જોતા જ રહી ગયા...

By

Published : Oct 18, 2021, 6:45 PM IST

આપણે હંમેશા કોઈના લગ્નમાં જઈએ ત્યારે જોતા હોય છે કે, દંપતી કારમાં બેસીને લગ્ન સ્થળે પહોંચતું હોય છે, પરંતુ કેરળના અલાપ્પુઝામાં એક દંપતી મોટા કાંસાના વાસણમાં બેસીને લગ્ન સ્થળે પહોંચ્યું અને લગ્ન કર્યા હતા.

પ્રેમી પંખીડાઓ આ રીતે લગ્ન સ્થળ પર પહોંચ્યાં
પ્રેમી પંખીડાઓ આ રીતે લગ્ન સ્થળ પર પહોંચ્યાં

  • કેરળનું એક દંપતી અનોખી રીતે લગ્ન સ્થળ પર પહોંચ્યું
  • કાંસાના વાસણમાં બેસીને એક દંપતી પહોંચ્યા લગ્ન સ્થળ
  • અનોખી રીતે લગ્ન સ્થળ પહોંચીને સ્થાનિકોને ચોંકાવ્યા

અલાપ્પુઝા, કેરળ : લોકો પોતાના લગ્ન સમયે ફૂલોથી શણગારેલી કારમાં બેસે છે અને લગ્ન સ્થળ અથવા ભોજન સમારંભમાં પહોંચે છે, પરંતુ કેરળમાં કાંસાના વાસણમાં બેસીને એક દંપતીએ સ્થળ પર પહોંચી લગ્ન કર્યા હતા. આ રીતે લગ્ન કરવાથી સ્થાનિકોમાં ચ્રર્ચા જાગી હતી.

પ્રેમી પંખીડાઓ આ રીતે લગ્ન સ્થળ પર પહોંચ્યાં

ભારે વરસાદને કારણે કેરળમાં પૂરની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે, સતત ભારે વરસાદને કારણે કેરળમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે સોમવારે લગ્ન સ્થળ સુધી પહોંચવું મુશ્કેલ હતું. આવી સ્થિતિમાં ભારે મુશ્કેલી સાથે આકાશ અને ઐશ્વર્યાને અનોખી રીતે પૂરના પાણીમાંથી લગ્ન સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. આકાશ અને ઐશ્વર્યાના લગ્ન થલાવડી પનાયન્નૂર્કાવુ દેવી મંદિરમાં થવાના હતા, પરંતુ ભારે વરસાદ અને કેરળમાંથી વહેતી નદીઓમાં પાણીનું સ્તર વધ્યા બાદ આ વિસ્તારમાં પાણી ભરાયા હતા.

પ્રેમી પંખીડાઓ આ રીતે લગ્ન સ્થળ પર પહોંચ્યાં

દંપતી કાંસાના વાસણમાં પહોંચ્યુ લગ્ન સ્થળ

દંપતીના પરિવારના સભ્યોને લગ્ન સ્થળ સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ લાગ્યું અને પછી દંપતીને સ્થળ પર લઈ જવા માટે એક મોટા વાસણનો ઉપયોગ કરવાનું વિચાર્યું કારણ કે તેઓ અડધા કિલોમીટરથી વધુ અંતર સુધી પૂરના પાણીને પાર કરીને આ દંપતીને લગ્ન સ્થળ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. આકાશની માતા ઓમાનાએ કહ્યું કે, તેણે દંપતીને સ્થળ પર લઈ જવા માટે વાસણોનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું, જેથી લગ્ન શુભ સમયે થઈ શકે. છેલ્લા એક વર્ષથી પ્રેમમાં રહેલા આકાશ અને ઐશ્વર્યાએ આખરે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details