ગુજરાત

gujarat

કોરોનાના કેસમાં ફરી વધારો, 41 હજારથી વધુ નવા કેસ નોંધાયા

By

Published : Jul 15, 2021, 1:05 PM IST

Updated : Jul 15, 2021, 2:52 PM IST

ભારતમાં કોરોનાની બીજી લહેર (second wave of corona)નો પ્રકોપ બાદ કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યૂ લાદવાના કારણે કોરોનાના કેસમાં ઘટાડો (decrease in corona cases) થયો છે. પરંતુ હાલ ફરી વધારો જોવા મળ્યો છે. કોરોના વાઈરસ(Corona virus) ના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન (Vaccination) ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે.

કોરોનાના કેસમાં ફરી વધારો, 41 હજારથી વધુ નવા કેસ નોંધાયા
કોરોનાના કેસમાં ફરી વધારો, 41 હજારથી વધુ નવા કેસ નોંધાયા

  • દેશમાં કોરોના વાઈરસના નવા 41,806 કેસ નોંધાયા
  • કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3,01,43,850 પર
  • રિકવરી રેટ વધીને 97.28% થયો

નવી દિલ્હી: ભારતમાં કોરોના (COVID-19) ના 41,806 નવા કેસ આવ્યા પછી, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,09,87,880 થઇ છે. ત્યારે 581 નવી મૃત્યુ બાદ, કુલ મૃત્યુ સંખ્યા 4,11,989 પર પહોંચ્યો છે. જ્યારે 39,130 થયા બાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3,01,43,850 થઇ છે.

આ પણ વાંચો:દેશમાં 24 કલાકમાં 38 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા

રિકવરી રેટ વધીને 97.28% થયો

દેશમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 4,32,041 છે. છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના વાયરસની 34,97,058 રસી આપવામાં આવી હતી, ત્યારબાદ કુલ રસીરણ (કોવિડ 19 રસી) ની સંખ્યા 39,13,40,491 થઇ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોના વાયરસનો રિકવરી રેટ વધીને 97.28% થયો છે. દૈનિક પોઝિટિવ દર 2.15% થયો છે.

ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ પરીક્ષણ

ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોનાવાયરસ માટે 19,43,488 નમૂનાના પરીક્ષણો લેવામાં આવ્યા હતા. ગઈકાલ સુધીમાં કુલ 43,80,11,958 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

Last Updated :Jul 15, 2021, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details