ગુજરાત

gujarat

દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો, મોતના આંકડાએ ચિંતા વધારી

By

Published : Sep 14, 2021, 5:29 PM IST

દેશમાં કોરોનાના નવા કેસો સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 25,404 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. તો 339 લોકોના મોત થયા છે.

કોરોનાના મોતના આંકડાએ ચિંતા વધારી
કોરોનાના મોતના આંકડાએ ચિંતા વધારી

  • છેલ્લા 24 કલાકમાં 25 હજારથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા
  • 339 લોકોના કોરોનાથી મોત, 37 હજારથી વધુ સાજા
  • કેરળમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો

હૈદરાબાદ: દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર તાજા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 25,404 નવા કોરોના કેસ આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 339 કોરોના સંક્રમિતોના મોત થયા છે. રાહતની વાત એ છે કે 37,127 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે.

કેરળમાં ઓછું થયું કોરોના સંકમણ

37,127 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા

કેરળમાં પણ કોરોના સંક્રમણના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. તો રાજ્યના 14 જિલ્લાઓમાંથી ત્રિશૂરમાં કોવિડના સૌથી વધારે 2158 કેસ સામે આવ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 15,058 કોરોનાના નવા કેસો સામે આવ્યા છે, તો 99 લોકોના મોત થઈ ગયા છે.

કોરોના સંક્રમણની સ્થિતિ

કોરોના મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી કુલ 3 કરોડ 31 લાખ 89 હજાર લોકો સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 43 હજાર 213 લોકોના મોત થઈ ચૂક્યા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી 3 કરોડ 24 લાખ 84 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 4 લાખથી ઓછી છે. કુલ 3 લાખ 63 હજરા 207 લોકો અત્યારે પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

કોરોનાના કુલ કેસો: 3 કરોડ 32 લાખ 89 હજાર 579

કુલ ડિસ્ચાર્જ: 3 કરોડ 24 લાખ 84 હજાર 159

કુલ એક્ટિવ કેસ: 3 લાખ 62 હજાર 207

કુલ મોત: 4 લાખ 43 હજાર 213

કુલ રસીકરણ: 75 કરોડ 22 લાખ 38 હજાર ડોઝ આપવામાં આવ્યા

કુલ વેક્સિન ડોઝ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 13 સપ્ટેમ્બર સુધી દેશભરમાં 75 કરોડ 22 લાખ 38 હજાર કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ગત દિવસે 53.38 લાખ ડોઝ લગાવવામાં આવ્યા. તો ICMR પ્રમાણે અત્યાર સુધી 54.45 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. ગઇકાલે લગભગ 15 લાખ કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.33 ટકા છે, જ્યારે રિકવરી રેટ 97.54 ટકા છે. એક્ટિવ કેસ 1.13 ટકા છે.

વધુ વાંચો: કોરોનાના અંતને લઈને વૈજ્ઞાનિકોએ કરી મોટી આગાહી, જાણો ક્યારે લેશે દુનિયામાંથી વિદાય

વધુ વાંચો: ભારતે કોરોના રસીકરણ મામલે અનેક દેશોને છોડ્યા પાછળ, 75 કરોડ ડોઝના આંકડાને કર્યો પાર

ABOUT THE AUTHOR

...view details