ગુજરાત

gujarat

નિરંજની અખાડાના મહામંડલેશ્વર અન્નપૂર્ણા ભારતીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન,'જે પણ ગાંધી બનશે, અમે તેને ગોળી મારીશું'

By

Published : Sep 5, 2021, 10:11 PM IST

નિરંજની અખાડાના મહામંડલેશ્વર અન્નપૂર્ણા ભારતીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ સાથે અન્નપૂર્ણા ભારતીએ 26 જાન્યુઆરીને કાળો દિવસ જાહેર કર્યો છે. આ સિવાય તેમણે કહ્યું છે કે, જો કોઈ ગાંધી બનીને દેશને તોડશે તો અમે ગોડસે બનીને ગાંધીને મારવા તૈયાર છીએ.

Haridwar News
Haridwar News

  • નિરંજની અખાડાના મહામંડલેશ્વર અન્નપૂર્ણા ભારતીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું
  • પ્રજાસત્તાક દિવસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું
  • બંધારણને અનૈતિક અને રાષ્ટ્રવિરોધી ગણાવ્યું

હરિદ્વાર: અખિલ ભારતીય હિન્દુ મહાસભા અને નિરંજની અખાડાના મહામંડલેશ્વર અન્નપૂર્ણા ભારતીએ પ્રજાસત્તાક દિવસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અન્નપૂર્ણા ભારતીએ 26 જાન્યુઆરીને કાળો દિવસ ગણાવ્યો છે, તેમજ દેશના બંધારણને અનૈતિક અને રાષ્ટ્રવિરોધી ગણાવ્યું છે.

નિરંજની અખાડાના મહામંડલેશ્વર અન્નપૂર્ણા ભારતીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

મહાત્મા ગાંધીને દેશના ભાગલા અને લાખો હિન્દુઓના મોત માટે જવાબદાર ગણાવ્યા

નિરંજની અખાડાના મહામંડલેશ્વર અન્નપૂર્ણા ભારતીએ હરિદ્વારમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતના હાલના બંધારણને બદલવાની જરૂર છે. તેમણે 26 જાન્યુઆરીને કાળો દિવસ ગણાવ્યો છે. મહામંડલેશ્વર અન્નપૂર્ણા ભારતીએ પોતાના નિવેદનમાં મહાત્મા ગાંધીને દેશના ભાગલા અને ભાગલા દરમિયાન લાખો હિન્દુઓના મોત માટે જવાબદાર ગણાવ્યા છે. અન્નપૂર્ણા ભારતીએ કહ્યું કે 'જો કોઈ ગાંધી બનીને દેશને તોડે છે, તો અમે ગોડસે બનીને ગાંધીને મારવા તૈયાર છીએ'.

જે પણ ગાંધી બનશે, અમે તેને ગોળી મારીશું: અન્નપૂર્ણા ભારતી

અન્નપૂર્ણા ભારતીએ કહ્યું કે 'જે પણ ગાંધી બનશે, અમે તેને ગોળી મારીશું'. અન્નપૂર્ણા ભારતીએ JNU અને AMU ને ડાબેરીઓનો ગઢ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, JNU અને AMU માં સનાતન વિરોધી અને હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. JNU અને AMU માં બાળકોને માનસિક મંદતા આપવામાં આવી રહી છે. અખિલ ભારતીય હિન્દુ મહાસભાના સંમેલન પ્રસંગે મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ, મહાસભાના મહામંત્રી સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને પ્રતિનિધિઓ હરિદ્વાર પહોંચ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details