ગુજરાત

gujarat

Congress foundation day કોંગ્રેસ સ્થાપના દિવસ 2023: સ્થાપના દિન નિમિત્તે કોંગ્રેસ 2024 લોકસભા ચૂંટણીને લઈ ભાજપને પડકાર ફેંકશે

By ETV Bharat Gujarati Team

Published : Dec 27, 2023, 12:57 PM IST

કોંગ્રેસના સ્થાપના દિવસની તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ આવતીકાલે નાગપુરમાં આયોજિત રેલીમાં કોંગ્રેસ પક્ષ શક્તિ પ્રદર્શન કરી 2024 લોકસભા ચૂંટણી માટે ભાજપને પડકારશે. ETV BHARAT વરિષ્ઠ સંવાદદાતા અમિત અગ્નિહોત્રીનો વિશેષ અહેવાલ... Congress foundation day 2023

Congress foundation day 2023
Congress foundation day 2023

નવી દિલ્હી : 28 ડિસેમ્બરના રોજ કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિતે નાગપુરમાં એક મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે પાર્ટીના ભૂતપૂર્વ વડા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી શક્તિ પ્રદર્શન કરી 2024 લોકસભા ચૂંટણી માટે ભાજપને પડકારી રાજકીય લડાઈની તૈયારીઓની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.

કોંગ્રેસ સ્થાપના દિવસ :આ મહારેલીમાં સમગ્ર કોંગ્રેસ વર્કિંગ કમિટી, ઘણા રાજ્ય એકમના વડા અને CLP નેતાઓ ભાગ લેશે. જ્યાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મોદી સરકારની નિષ્ફળતાઓ ગણાવશે અને કોંગ્રેસને ભાજપના રાષ્ટ્રીય વિકલ્પ તરીકે રજૂ કરશે. મહારાષ્ટ્રના નાગપુરને સ્થાપના દિવસની મહારેલીના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું, કારણ કે તે વિદર્ભ ક્ષેત્રનું કેન્દ્ર છે. જેણે પરંપરાગત રીતે કોંગ્રેસને ટેકો આપ્યો છે. ઉપરાંત બીજું કારણ કે શહેરમાં ભાજપના વૈચારિક ગુરુ RSS નું રાષ્ટ્રીય મુખ્યાલય આવેલું છે.

કોંગ્રેસ નેતા સંજય નિરુપમ :

મુંબઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરુપમે ETV BHARAT સાથે વાત કરતાં કહ્યું કે, આપણે ભાજપને પડકાર આપવો પડશે. આપણે કહેવું પડશે કે કોંગ્રેસ રાષ્ટ્રીય એકતા માટે લડી રહી છે અને જો કોઈ રાજકીય લાભ માટે ધર્મનો ઉપયોગ કરીને સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરશે તો તેને સાંખી લેવામાં આવશે નહીં.

કોંગ્રેસે સામાજિક ન્યાય વિરુદ્ધ ભાજપના મિત્ર મૂડીવાદ વિશે પોતાનો સંદેશ સ્પષ્ટ કરવો પડશે અને દેશને જણાવવું પડશે કે તે મોટી લડાઈ માટે તૈયાર છે. નિરુપમના મતે કોંગ્રેસને ભાજપના પ્રચારનો સામનો કરવાની જરૂર છે કે મોદી સરકાર 2024 માં ત્રીજી વખત જીતવા માટે તૈયાર છે. 2024 માં શાસક પક્ષ 400/543 બેઠકો જીતી રહ્યો છે તેવા ભાજપના નિવેદનનો કોંગ્રેસને સામનો કરવાની જરૂર છે.

ભાજપના નેતાઓ આ વાત જાહેરમાં કહી રહ્યા છે અને ટૂંક સમયમાં જ કેટલાક સર્વેક્ષણો પણ આવું જ ચિત્ર રજૂ કરે તેવી શક્યતા છે. આનાથી મતદારોના મનમાં એવી છાપ ઉભી થશે કે ભાજપ જીતી રહ્યું છે પરંતુ પક્ષ ખરેખર જીતી રહ્યો છે કે નહીં તેની કોઈને ખબર નથી. આપણે મતદારોને યાદ અપાવવાની જરૂર છે કે ભારતીય રાજકારણ દર 10 વર્ષે બદલાય છે, જેમ કે 2014 માં થયું હતું.

પક્ષના પડકારોનો હિસાબ : કોંગ્રેસ પાર્ટી માટેના કેટલાક પડકારોની પણ ગણતરી કરતા ભૂતપૂર્વ સાંસદ નિરુપમે કહ્યું કે, માત્ર એમ કહેવાથી કામ નહીં ચાલે કે અમારે લોકશાહી બચાવવી છે અથવા સરકારનું દેવું ઘટાડવું છે. આપણે ચોક્કસ મુદ્દાઓની યાદી બનાવવી પડશે. જેમ કે અમે મોંઘવારી ઘટાડીએ છીએ, યુવાનોને નોકરીઓ આપીશું અને નાના ઉદ્યોગોને સુરક્ષિત કરીશું જે સામાન્ય લોકો સાથે જોડાશે. મને લાગે છે કે આપણે શબ્દો સાથે રમવું પડશે અને સમય અનુસાર આપણી રાજકીય શબ્દભંડોળને નવુ સ્વરૂપ આપવું પડશે જે હજુ પણ ગુમ છે.

નાગપુર મહારેલી :કોંગ્રેસ પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર નાગપુરની મહારેલી માટે કોંગ્રેસના સંચાલકો 5 થી 20 લાખ લોકોની ભીડ એકઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દેશભરના પક્ષના કાર્યકરોનું મનોબળ વધારવાનો પ્રયાસ છે, જે તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હાર બાદ નબળું પડી રહ્યું છે. AICC ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પાર્ટીના કાર્યકરો નિરાશ થઈ ગયા છે. આપણે બતાવવું પડશે કે આપણે ઘરે બેઠા નથી અને 2024 ની લડાઈ માટે ખરેખર તૈયાર છીએ. આપણે કાર્યકરોને 2024 ની ચૂંટણી માટે એક્શન પ્લાન આપવાની જરૂર છે.

રેલી સંયોજક બીએમ સંદીપ કુમાર :

મહારેલી સંયોજક બીએમ સંદીપ કુમારે કહ્યું કે, 28 ડિસેમ્બરના રોજ યોજાનાર રેલીની સફળતાની ખાતરી કરવા માટે અને તેના સુચારૂ સંચાલન માટે કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા AICC ના આઠ વરિષ્ઠ અધિકારીઓને સંયોજક તરીકે તૈનાત કર્યા છે. મોટાભાગના ગ્રાઉન્ડ વર્ક પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવ્હાણની દેખરેખ હેઠળ મહારાષ્ટ્ર યુનિટ દ્વારા વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. આ એક મોટો શો છે. અમારે લોકોની લોજિસ્ટિક્સ અને ગતિશીલતા સુનિશ્ચિત કરવાની જરૂર છે. આટલી મોટા આયોજન માટે ઘણા સંકલન કાર્યની જરૂર હોય છે.

રેલી સંયોજક ચેતન ચૌહાણ :

રેલી સંયોજક ચેતન ચૌહાણે કહ્યું કે, અમે લોકસભાની ચૂંટણીના આરે છીએ. તેથી નાગપુર રેલી આપણા રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆતનું પ્રતીક હશે. અમે મોદી સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરીશું. અમે લોકોને કહીશું કે અમે નોકરી આપવા અને તેમના માટે કિંમત ઘટાડવા તૈયાર છીએ. અમે લોકો સમક્ષ એ વાત મૂકીશું કે ભાજપને સંસદમાં કોઈ વિરોધ નથી જોઈતો અને તેથી જ તેમણે શિયાળુ સત્ર દરમિયાન 145 થી વધુ સાંસદોને નિષ્કાસિત કરી દીધા હતા.

  1. Rahul Gandhi on bjp: સરકારે અગ્નિપથ યોજનાથી યુવાઓના સપના તોડી નાખ્યા: રાહુલ ગાંધી
  2. Rahul gandhi met wrestlers: પહેલવાનોને મળ્યાં રાહુલ ગાંધી, બજરંગ પૂનિયા સાથે કુશ્તી અને બૃજભૂષણ મામલે કરી ચર્ચા

ABOUT THE AUTHOR

...view details