ગુજરાત

gujarat

69th National Film Awards : 69મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડના વિજેતાઓની સંપૂર્ણ યાદી જુઓ, રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર એનાયત

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 9:51 PM IST

17 ઓક્ટોબરના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ફિલ્મ ક્ષેત્રના 69 મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડનો વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રી સહિતની વિવિધ કેટેગરીના એવોર્ડ આપવામાં આવ્યા હતા. જુઓ એવોર્ડ વિજેતાઓની સંપૂર્ણ યાદી...

69th National Film Awards
69th National Film Awards

દિલ્હી :વર્ષ 2023 ઓગસ્ટમાં જાહેર કરાયેલા 69 માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. આજે 17 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડનો વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારતીય ફિલ્મ ક્ષેત્રમાંથી બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર-એક્ટ્રેસથી લઈને બેસ્ટ ફીચર ફિલ્મ સહિતની વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. જુઓ એવોર્ડ વિજેતાઓની સંપૂર્ણ યાદી...

શ્રેષ્ઠ અભિનેતા : રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં અભિનેતા અલ્લુ અર્જુનને તેની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા ધ રાઇઝ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે આલિયા ભટ્ટ અને કૃતિ સેનનને તેમની ફિલ્મો ગંગુબાઈ કાઠિયાવાડી અને 'મિમી' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. અભિનેતા આર માધવને ફિલ્મ 'રોકેટરી : ધ નાંબી ઈફેક્ટ' માટે શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ 69 માં રાષ્ટ્રીય ફિલ્મ એવાર્ડમાં રાષ્ટ્રીય એકતા પર શ્રેષ્ઠ ફિલ્મ માટેનો નરગીસ દત્ત એવોર્ડ જીત્યો હતો.

શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ : શૂજીત સરકારના ઐતિહાસિક ડ્રામા સરદાર ઉધમને પણ ઘણા એવોર્ડ મળ્યા હતા. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો ખિતાબ જીતવા ઉપરાંત વિકી કૌશલની ફિલ્મને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી, શ્રેષ્ઠ ઓડિયોગ્રાફી અને શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન, શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનની કેટેગરીમાં પણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRR ને 6 કેટેગરીમાં રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેમાં શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ, શ્રેષ્ઠ કોરિયોગ્રાફી, શ્રેષ્ઠ મ્યૂજીક ડાયરેક્શન, બેકગ્રાઉંડ સ્કોર, શ્રેષ્ઠ સ્પેશયસ ઈફેક્ટ અને શ્રેષ્ઠ પ્લેબેક સિંગરની કેટેગરીમાં એવોર્ડ જીત્યા હતા. આ સિવાય પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને પણ દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

69 મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની વિજેતા યાદી

  • શ્રેષ્ઠ અભિનેતા : અલ્લુ અર્જુન (પુષ્પા : ધ રાઇઝ)
  • શ્રેષ્ઠ અભિનેત્રી : આલિયા ભટ્ટ અને કૃતિ સેનન (ગંગુબાઈ કાઠિયાવાડી અને મિમી)
  • શ્રેષ્ઠ સહાયક અભિનેતા : પંકજ ત્રિપાઠી (મિમી)
  • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી : પલ્લવી જોશી (મિમી)
  • શ્રેષ્ઠ ફીચર ફિલ્મ : રોકેટ્રી : ધ નાંબી ઈફેક્ટ
  • શ્રેષ્ઠ નિર્દેશક : નિખિલ મહાજન (ગોદાવરી)
  • શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ : સરદાર ઉધમસિંહ
  • રાષ્ટ્રીય એકતા પર શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે નરગીસ દત્ત એવોર્ડ કાશ્મીર ફાઇલ્સ
  • શ્રેષ્ઠ બાળ કલાકાર : ભાવિન રબારી છેલ્લો શો
  • શ્રેષ્ઠ વ્હોલસમ મનોરંજન ફિલ્મ : RRR
  • શ્રેષ્ઠ પટકથા(ઓરિજિનલ) : શાહી કબીર, નયટ્ટુ
  • શ્રેષ્ઠ પટકથા (રુપાંતરિત) : સંજય લીલા ભણસાલી અને ઉત્કર્ષિની વશિષ્ઠ, ગંગુબાઈ કાઠિયાવાડી
  • શ્રેષ્ઠ સંવાદ : ઉત્કર્ષિની વશિષ્ઠ અને પ્રકાશ કાપડિયા, ગંગુબાઈ કાઠિયાવાડી
  • શ્રેષ્ઠ મ્યૂજીક ડાયરેક્શન (સોંગ) : દેવી શ્રી પ્રસાદ, પુષ્પા
  • શ્રેષ્ઠ મ્યૂજીક ડાયરેક્શન (બેકગ્રાઉન્ડ) : એમ.એમ. કીરવાણી, RRR
  • શ્રેષ્ઠ પુરૂષ પ્લેબેક સિંગર : કાલા ભૈરવ, RRR
  • બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર : શ્રેયા ઘોષાલ, ઈરાવિન નિજલ
  • દાદાસાહેબ ફાળકે પુરસ્કાર : વહીદા રહેમાન
  • શ્રેષ્ઠ કોરિયોગ્રાફી : પ્રેમ રક્ષિત, RRR
  • શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી : અવિક મુખોપાધ્યાય, સરદાર ઉધમસિંહ
  • શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનર : વીરા કપૂર ઇ, સરદાર ઉધમસિંહ
  • શ્રેષ્ઠ સ્પેશિયલ ઇફેક્ટ્સ : શ્રીનિવાસ મોહન, RRR
  • શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન : દિમિત્રી મલિક અને માનસી ધ્રુવ મહેતા, સરદાર ઉધમસિંહ
  • શ્રેષ્ઠ એડિટિંગ : સંજય લીલા ભણસાલી, ગંગુબાઈ કાઠિયાવાડી
  • શ્રેષ્ઠ મેકઅપ : પ્રીતિશીલ સિંહ, ગંગુબાઈ કાઠિયાવાડી
  • શ્રેષ્ઠ સ્ટંટ કોરિયોગ્રાફી : કિંગ સોલોમન, RRR
  • સ્પેશિયલ જૂરી એવોર્ડ : શેરશાહ, વિષ્ણુવર્ધન
  1. 69th National Awards : હિન્દી સિનેમાના પ્રતિષ્ઠિત એવોર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત થયાં વહીદા રહેમાન, જાણો રાષ્ટ્રપતિની પ્રતિક્રિયા
  2. 69th National Film Award: 'છેલ્લો શો' ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ

ABOUT THE AUTHOR

...view details