ગુજરાત

gujarat

ઉત્તર કાશ્મીર હંડવારામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે તકરાર, એક આંતકવાદીનું એનકાઉન્ટર

By

Published : Jul 7, 2021, 8:41 AM IST

ઉત્તરી કાશ્મીરમાં કુપવાડા જિલ્લામાં આંતકવાદિઓ અને સુરક્ષા બળો વચ્ચે ચાલી રહેલી તકાકમાં આંતકી સંગઠન હિજબુલ મુઝાહિદ્દીનના કમાન્ડરનું એનકાઉન્ટર કર્યું છે. આ આંતકવાદી ઘણી આંતકવાદી ઘટનાઓમાં સામેલ હતા. આ એક મોટી સફળતા છે.

આંતકવાદ
ઉત્તર કાશ્મીર હંડવારામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે તકરાર, એક આંતકવાદીનું એનકાઉન્ટર

  • કુપવાડમાં આંતકી કમાન્ડર ઠાર
  • આંતકવાદી અને સુરક્ષાબળો વચ્ચે તકરાર
  • 32RR અને CRPFનું જોઈન્ટ ઓપરેશન

કુપવાડા (જમ્મુ-કાશ્મીર) : કુપવાડા જિલ્લામાં હંદવાડામાં રેહાન ક્રાલગુંડ વિસ્તારમાં સુરક્ષાબળો અને આંતકવાદિઓ વચ્ચે તકરાર ચાલું છે. આંતકવાદી સાથે ચાલી રહેલી તકરારમાં સુરક્ષાબળોએ આંતકી સંગઠન હિજબુલ મુઝાઈદ્દીનના કમાન્ડરને ઠાર કર્યો છે.

આંતકી કમાન્ડર ઠાર

IGP કાશ્મીરના અનુસાર આ તકરારમાં હિજબુલ મુઝાઈદ્દીનના સૌથી જૂના અને ઉચ્ચ કમાન્ડરોમાંથી એક મેહરાઝુદ્દીન હલવાઈ ઉર્ફ ઉબેદને ઠાર કર્યો છે. તે ઘણી આંતકી ઘટનાઓમાં સામેલ હતો. આ એક મોટી સફળતા છે.

આ પણ વાંચો : બારામુલા જિલ્લાના સોપોર ક્ષેત્રમાં આંતકવાદી હુમલો

કુપવાડામાં સર્ચ ઓપરેશન

આધીકારીક સુત્રો અનુસાર, વિસ્તારમાં આંતકવાદીઓની હાજરીની જાણકારી મળતા સુરક્ષા બળોએ કુપવાડા જિલ્લાના હંદવાડાના રેહાન ક્રાલગુંડ વિસ્તારમાં ઘેરાબંદી કરી તપાસ કરવામાં આવી હતી. આંતકવાદિઓ દ્વારા સુરક્ષાબળો પર ગોળી ચલાવવાના કારણે આ અભિયાન તકરારમાં ફેરવાઈ ગયું હતું. સુરક્ષાબળઓએ આ ગોળીબારીનો જબરજસ્ત આપી રહ્યા છે.

આ પણ વાંચો : પાકિસ્તાન 21 આતંકીઓને આપી રહ્યું છે વીઆઇપી ટ્રીટમેન્ટ

32RR અને CRPFનું જોઈન્ટ ઓપરેશન

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આર્મીની 32RR અને સીઆરપીએફ (32 આરઆર અને સીઆરપીએફ) ની સંયુક્ત ટીમ આ વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહી કરી રહી છે. અમને જણાવી દઈએ કે આ કામગીરી આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલી હોવાની શક્યતાને કારણે શરૂ કરવામાં આવી હતી. ટીમ જ્યાંથી ટીમ ફાયરીંગ કરી રહી છે તે વિસ્તારને ઘેરી લીધી છે.

ABOUT THE AUTHOR

...view details