નવી દિલ્હી: ભારતના ટોચના ભાલા ફેંકનાર અને ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ 2020 ના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાએ (Neeraj Chopra) 30 જૂનના રોજ સ્ટોકહોમમાં યોજાનારી ડાયમંડ લીગ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો. સાથે જ તેણે કહ્યું કે, ખરાબ હવામાન હોવા છતાં તે તેની તાલીમ ચાલુ રાખી રહ્યો છે.
આ પણ વાંચો:ગોલ્ડન બોયની વધુ એક 'ગોલ્ડ સિદ્ધિ', નીરજ ચોપરાએ કુઓર્ટાને ગેમ્સમાં મેળવ્યો ગોલ્ડ
નીરજ ચોપરાએ થ્રો સાથે ગોલ્ડ જીત્યો :પાવો નુર્મી એથ્લેટિક્સ મીટમાં સિલ્વર મેડલ જીત્યા અને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યાના દિવસો પછી, ચોપરાએ શનિવારે ફિનલેન્ડમાં 2022 કુઓર્ટેન ગેમ્સમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 86.69 મીટરના પ્રભાવશાળી થ્રો સાથે ગોલ્ડ જીત્યો.