ગુજરાત

gujarat

દિવાળી પહેલા ખેડૂતોના અચ્છેદિન, ઘઉંની MSPમાં કરાયો મોટો વધારો

By

Published : Oct 19, 2022, 7:03 AM IST

કેન્દ્ર સરકારે ખેડૂતોને દિવાળી પહેલા એક મોટી ભેટ (Crops MSP Price Increase) આપી દીધી છે. નરેન્દ્ર મોદી કેબિનેટમાં કરવામાં આવેલા એક નિર્ણય અનુસાર ઘઉં સહિતના રવિપાક માટે લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આ અંગે વિસ્તૃત ચર્ચા કરીને મોટી વાત કહી હતી. જોકે, દિવાળી પહેલા આ અંગે એલાન થતા ખેડૂતોને દિવાળી પહેલા મોટો ફાયદો થઈ રહ્યો છે.

દિવાળી પહેલા ખેડૂતોના અચ્છેદિન, ઘઉંની MSPમાં કરાયો મોટો વધારો
દિવાળી પહેલા ખેડૂતોના અચ્છેદિન, ઘઉંની MSPમાં કરાયો મોટો વધારો

નવી દિલ્હીઃકેન્દ્ર સરકારે ખેડૂતો માટે લાભદાયી નિર્ણય જાહેર (MSP for Crops) કર્યો છે. દિવાળી (MSP Price Increase) પહેલા લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો થવાને કારણે ખેડૂતોને ફાયદો થવાનો છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ઘઉંના ટેકાના ભાવમાં રૂપિયા 110નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે જવની (Crops and MSP Price) MSPમાં 100 રૂપિયાનો મોટો વધારો કરી દેવાયો છે. ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ વધીને 2125 રૂપિયા અને જવના ટેકાના ભાવ 1735 રૂપિયા થયા છે.

ચણાના ભાવ વધ્યાઃઆ સાથે ચણાના ભાવમાં 105 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. જેથી તેના લધુત્તમ ટેકાના ભાવ 5335 રૂપિયા થયા છે. જે પ્રતિ ક્વિટલ છે. મસૂરની દાળમાં લઘુત્તમ ટેકાના ભાવમાં 500 થી 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ દીઠ વધારો થયો છે.

પાકેલા સરસવના MSPમાં 400 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળી છે. મંત્રીઓ સાથેની બેઠકમાં આ અંગે એક ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ઘઉં, ચણા, જવ, મસુરદાળ અને સરસોના લઘત્તમ ટેકાના ભાવમાં વધારો કરાયો છે.--અનુરાગ ઠાકુર

મોટી જાહેરાત હતીઃ જૂન મહિનામાં કેન્દ્રની સરકારે ખરીફ પાકને લેવા માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવા અંગેની જાહેરાત કરી હતી. આ માટેની ચોક્કસ મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. એ પછી કેન્દ્ર સરકારે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો હતો. ડાંગરમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના પરિણામ કુલ કિંમત 2040 પ્રતિ ક્વિન્ટલ લેખે થઈ હતી. માત્ર આ જ નહીં બીજા ઘણા ખરીફ પાકમાં પણ વધારો કરાયો હતો.

મોટો નિર્ણયઃ કુલ 14ખરીફ પાકની 17 જાતમાં નવા લેવાયેલા નિર્ણય અનુસાર MSPને મંજૂરી આપી દેવામાં આવી હતી. તલના MSPમાં 523 રૂપિયા, તુવેર અને અડદની દાળમાં 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ડાંગર (સામાન્ય)ની MSP પ્રતિ ક્વિન્ટલ રૂ. 1,940 થી વધારીને રૂ. 2,040 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં MSPનું બજેટ વધીને 1 લાખ 26 હજાર થઈ ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details