ગુજરાત

gujarat

કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત, એક એક કરી 6 લોકોના ટુકડા કાઢ્યા

By

Published : Sep 7, 2022, 9:43 PM IST

Updated : Sep 7, 2022, 10:12 PM IST

સિરોહી જિલ્લાના અબુરોડ રિકો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના માવલમાં કાર અને ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત (car and truck Accident ) સર્જાયો હતો. કારમાં સવાર તમામ 6 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ ઘટના સર્જાતા કારનું પડીકું વળી ગયું હતું. અકસ્માતને પગલે લાંબા સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. 6 people Died in road Accident

કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત
કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત

સિરોહી, રાજસ્થાન :જિલ્લાના અબુરોડ રિકો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના માવલમાં બુધવારે કાર અને ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માતસર્જાયો (car and truck Accident ) હતો. કારમાં કુલ 6 લોકો સવાર હતા, આ તમામ 6 અકસ્માત દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જણાવી દઈએ કે, કારમાં સવાર લોકો ગુજરાત જઈ રહ્યા હતા. બાઇકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં સવાર તમામ લોકો ભયંકર રીતે ફસાઈ ગયા હતા. અકસ્માત સર્જાતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ ગુજરાત રીફર કરવામાં આવ્યા હતા, પરંતુ બન્નેના રસ્તામાં જ મોત થયા હતા. 6 people Died in road Accident

ઘટના સ્થળે જ 4 લોકોના મોત :મળતી માહિતી મુજબ, સિરોહી જિલ્લાના અબુરોડ રિકો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના માવલમાં બુધવારે સાંજેટેન્કર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે કારમાં સવાર અન્ય બે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ ગુજરાત રીફર કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને ગુજરાત લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ બન્નેના પણ મોત થયા હતા.

અકસ્માતમાં કારનું પડીકું :મળતી માહિતી મુજબ, કારમાં પાલી જિલ્લાના બાલી તાલુકાના બડા ગુડા ગુમાનસિંહનો રહેવાસી દેવસી સમાજનો પરિવાર સિરોહીના સાર્નેશ્વર મેળામાંથી પરત ફરી ગુજરાતના અમદાવાદના કલોલ જઈ રહ્યો હતો, જ્યાં તેઓ વ્યવસાય કરે છે. માવલ કટ પર એક બાઇક સવાર અચાનક કારની સામે આવી ગયો હતો. બાઇક સવારને બચાવવાના પ્રયાસમાં કાર માવલ કટથી રોડની બીજી બાજુએ ગઇ હતી. આ ઘટનામાં ગુજરાત તરફથી આવી રહેલા ગેસ ટેંકર સાથે કાર અથડાઈ હતી. ટેન્કર સાથે અથડાયા બાદ કાર તેની સામે લગભગ 20 મીટર સુધી ઢસડાઈ ગઈ હતી. આ ઘટનામાં કારનું પડીકું બની ગયું હતું.

પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન :અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મળતાં જ, RICOના SHO સુજાનારામ મે ઘટનાસ્થળે પહોંચીને કારમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુ શરૂ કર્યું હતું. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તે જ સમયે, બે લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ જિલ્લા કલેક્ટર ડૉ. ભવરલાલ ચૌધરી, એસપી મમતા ગુપ્તા, સીઓ યોગેશ કુમાર શર્મા, એસડીએમ અરવિંદ શર્મા, તહસીલદાર રાયચંદ દેવાસી અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને અકસ્માતની તપાસ કરી હતી. આ અકસ્માતમાં 23 વર્ષની મહિલા, 12 વર્ષની યુવતી સહિત 6 યુવકોના મોત થયા છે. તમામ મૃતકોના મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે અને તેના સંબંધીઓને જાણ કરવામાં આવી છે.

Last Updated : Sep 7, 2022, 10:12 PM IST

ABOUT THE AUTHOR

...view details