ગુજરાત

gujarat

કેનેડા જનારા પ્રવાસીઓ માટે ખુશખબર, ભારતથી જતી સીધી ફ્લાઇટ્સ પરનો હટાવાયો પ્રતિબંધ

By

Published : Sep 26, 2021, 10:11 PM IST

કેનેડાએ ભારતથી જનારી સીધી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવવાની ઘોષણા કરી છે. કેનેડા સોમવારથી ભારતથી જનારી સીધી ફ્લાઇટ્સની અનુમતિ આપશે. લગભગ પાંચ મહિના પછી કેનેડાએ આ પ્રતિબંધ હટાવ્યો છે. વિસ્તારથી વાંચો સમગ્ર સમાચાર..

કેનેડા જનારા પ્રવાસીઓ માટે ખુશખબર
કેનેડા જનારા પ્રવાસીઓ માટે ખુશખબર

  • લગભગ પાંચ મહિના બાદ કેનેડાએ આ પ્રતિબંધ હટાવ્યો
  • સોમવારથી કેનેડા ભારતથી જનારી સીધી ફ્લાઇટ્સને અનુમતિ અપાશે
  • દિલ્હી એરપોર્ટ માન્યતા લેબોરેટરીનો કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી

ટોરન્ટો- કેનેડાએ ભારતથી જનારી સીધી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવવાની ઘોષણા કરી છે. સોમવારથી કેનેડા ભારતથી જનારી સીધી ફ્લાઇટ્સને અનુમતિ આપશે. લગભગ પાંચ મહિના બાદ કેનેડાએ આ પ્રતિબંધ હટાવ્યો છે.

ટ્રાન્સપોર્ટ કેનેડાએ ટ્વીટ કરી આપી માહિતી

આ નિર્ણયની ઘોષણા કરતા ટ્રાન્સપોર્ટ કેનેડાએ શનિવારે ટ્વીટ કર્યું હતું કે, “27 સપ્ટેમ્બરથી 00:01 EDT પર ભારતથી જતી સીધી ફ્લાઇટ્સ કેનેડામાં ઉતરી શકશે. આ માટે વધારાના જાહેર આરોગ્ય ઉપાય અમલમાં મૂકવામાં આવશે.

કોરોનાનો રિપોર્ટ ફ્લાઇટ્સના 18 ક્લાકની અંદરનો હોવો જોઇએ

ટ્રાન્સપોર્ટ કેનેડાએ કહ્યું કે, પ્રવાસીઓ પાસે દિલ્હી એરપોર્ટનો માન્યતા પ્રાપ્ત લેબોરેટરીનો કોવિડ-19ના નેગેટિવ રિપોર્ટ હોવો જોઇએ. આ રિપોર્ટ કેનેડા માટેની સીધી ફ્લાઇટ્સના સમયથી લગભગ 18 ક્લાકની અંદરનો હોવો જોઇએ.

એપ્રિલમાં કેનેડાએ ભારતથી જતી બધી સીધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો

એપ્રિલમાં કેનેડાએ ભારતથી અને ભારત માટે બધી સીધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એ સમયે દેશમાં કોવિડ-19 મહામારીની બીજી લહેર ચાલી રહી હતી. ભારતથી સીધી ફ્લાટિસને અનુમતિ આપવાની તારીખમાં કેટલીય વાર બદલાવ કરવામાં આવ્યા. કેનેડામાં ભારતના ઉચ્ચકમિશનર અજય બિસારિયાએ કહ્યું કે, આ બન્ને દેશ વચ્ચે હવાઇ સંપર્કને સામાન્ય કરવાની દિશામાં એક નિર્ણાયક પગલું છે.

આ પણ વાંચો-દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 15 ઓગસ્ટે આ ફ્લાઇટ્સ બંધ રહેશે

આ પણ વાંચો-આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ લંબાવાયો, જાણો ક્યારથી થશે ફરી થરૂ

ABOUT THE AUTHOR

...view details