ગુજરાત

gujarat

પંજાબના ગુરદાસપુર સરહદી વિસ્તારમાંથી મળ્યું પાકિસ્તાની ડ્રોન

By

Published : Oct 14, 2022, 2:08 PM IST

BSFએ ભારત-પાકિસ્તાન બોર્ડર (India Pakistan Border) પર પાકિસ્તાની ડ્રોનને (BSF Recovered Drone) તોડી પાડ્યું છે. આ ડ્રોન મેડ ઈન ચાઈના છે. ડ્રોનનો અવાજ સાંભળીને સૈનિકોએ તેના પર ગોળીબાર શરૂ કરી દીધો, જેના કારણે ડ્રોન જમીન પર પડી ગયું હતું. BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

પંજાબના ગુરદાસપુર સરહદી વિસ્તારમાંથી મળ્યું પાકિસ્તાની ડ્રોન
પંજાબના ગુરદાસપુર સરહદી વિસ્તારમાંથી મળ્યું પાકિસ્તાની ડ્રોન

અમૃતસર : BSFના જવાનોએ પંજાબના અમૃતસર નજીક અજનલામાં પાકિસ્તાની ડ્રોન (BSF Recovered Drone) પકડ્યું છે. અજનાલામાં ભારત-પાકિસ્તાન સરહદ (India Pakistan Border) આવેલી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, BSF જવાનોએ રામદાસના BOP શાહપુરમાં મોડી રાત્રે ભારતમાં ડ્રોન ઘૂસવાનો અવાજ સાંભળ્યો હતો. ડ્રોનનો અવાજ સાંભળીને સૈનિકોએ ફાયરિંગ શરૂ કરી દીધું જેના કારણે આ ડ્રોન જમીન પર પડી ગયું હતું.

પાકિસ્તાની ડ્રોન :હાલ BSFના જવાનોએ આ ડ્રોનને પોતાના કબજામાં લઈ લીધું છે અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તોડી પાડવામાં આવેલા ડ્રોનમાં ડ્રગ્સ અથવા હથિયારો પણ હોઈ શકે છે. પકડાયેલું ડ્રોન ચીનનું બનાવટનું છે અને તે પોતાની સાથે 10 કિલો વજન વહન કરે છે. વજન ઉઠાવીને ઉડી શકે છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, હાલ સર્ચ ઓપરેશનમાં કોઈ માલસામાન મળ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details