ગુજરાત

gujarat

BSF એ બે શંકાસ્પદ કાશ્મીરી નાગરિકોની ધરપકડ કરી,

By

Published : Aug 30, 2022, 6:26 PM IST

સીમા સુરક્ષા દળે (BSF) જેસલમેરમાં 2 શંકાસ્પદ કાશ્મીરી નાગરિકોની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન બંનેએ દાન એકત્રિત કરવાની વાત કરી હતી, પરંતુ બંને પાસેથી કોઈ રોકડ મળી ન હતી. શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે.BSF ACTION IN JAISALMER, Two Suspected kashmiri Citizens Caught In Jaisalmer,

BSF એ જેસલમેરમાં બે શંકાસ્પદ કાશ્મીરી નાગરિકોની ધરપકડ કરી છે
BSF એ જેસલમેરમાં બે શંકાસ્પદ કાશ્મીરી નાગરિકોની ધરપકડ કરી છે

જેસલમેરઃરાજસ્થાનના જેસલમેરથી મોટા સમાચાર સામે આવ્યા છે. BSF (Border Security Force) એ સરહદી વિસ્તારમાંથી, બે શંકાસ્પદ કાશ્મીરી નાગરિકોની (BSF Action in Jaisalmer) ધરપકડ કરી છે. બંનેના નામ મુમતાઝ અહેમદ અને મોહમ્મદ અબ્બાસ જણાવવામાં આવી રહ્યા છે. BSF એ બંને શકમંદોને પોલીસના હવાલે કરશે. આ સાથે જ સુરક્ષા એજન્સીઓ પૂછપરછ કરશે.

આ પણ વાંચોઃBreaking: કેબિનેટ બ્રિફિંગ-ગુજરાતને ટુરિઝમ હબ બનાવવાની તૈયારીઓ શરૂ થશે પ્રવાસી માહિતી કેન્દ્રો સ્થપાશે

ફંડ ભેગું કરતાઃજેસલમેરના આ જ વિસ્તારમાં, બીએસએફએ બે કાશ્મીરી નાગરિકોને શંકાસ્પદ રીતે ફરતા પકડી લીધા અને પૂછપરછ કરી તો તેઓએ જેસલમેરના વિસ્તારમાં ફંડ ભેગું કરતા હતા. જોકે, આ બન્ને પાસેથી કોઈ રોકડ રકમ મળી નથી. નોંધનીય છે કે ભારત-પાક સાથેના જેસલમેરના સરહદી વિસ્તારમાં પરવાનગી વિના બહારના રાજ્યોના નાગરિકોના પ્રવેશ અને અવરજવર પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં સક્ષમ અધિકારીની પરવાનગી વિના અહીંયા કઈ રીતે પહોચ્યા તે તપાસનો વિષય છે. જોકે, આ પહેલી વખત બન્યું નથી.

ABOUT THE AUTHOR

...view details