ગુજરાત

gujarat

મોદી સરકારના નવા પ્રધાનો માટે ભાજપ કાઢશે જન આશીર્વાદ યાત્રા

By

Published : Aug 10, 2021, 12:53 PM IST

મોદી સરકારના નવા લીધેલા પ્રધાનો માટે ભાજપ જન આશીર્વાદ યાત્રા(Jan Ashirwad Yatra) કાઢશે. આ યાત્રા મંદિર, મઠ, ગુરુદ્વારા અને શહીદોના ઘર પાસેથી થઇને નીકળશે. આ યાત્રા જ્યાં થશે ત્યાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને તેમની ટીમને આ જવાબદારી આપવામાં આવી છે.

મોદી સરકારના નવા પ્રધાનો માટે ભાજપ કાઢશે જન આશીર્વાદ યાત્રા
મોદી સરકારના નવા પ્રધાનો માટે ભાજપ કાઢશે જન આશીર્વાદ યાત્રા

  • બધા પ્રધાનો માટે એક યાત્રા પ્રભારી અને 4 સહ પ્રભારી બનાવવામાં આવી રહ્યા છે
  • ભાજપે મોદી મંત્રીમંડળમાં શામેલ 43 નવા મંત્રિઓ માટે જન આશીર્વાદ યાત્રાની યોજના બનાવી છે
  • મોદી સરકારના નવા લીધેલા પ્રધાનો માટે ભાજપ જન આશીર્વાદ યાત્રા કાઢશે

નવી દિલ્હી- મોદી સરકારમાં શામેલ થયેલા નવા પ્રધાનોની જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) મંદિર, મઠ, ગુરુદ્વારા અને શહીદોના ઘર પાસેથી નીકળશે. પ્રધાનો અહી થોડી વાર રોકાશે પણ અને મોદી સરકારની જન કલ્યાણકારી યોજનાઓ વિશે વાત કરશે. ભાજપે મોદી મંત્રીમંડળમાં શામેલ 43 નવા મંત્રિઓ માટે જન આશીર્વાદ યાત્રાની યોજના બનાવી છે. જે પ્રદેશમાં યાત્રા થવાની છે ત્યાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને તેમની ટીમને આ જવાબદારી સોંપવામાં આવી છે. બધા પ્રધાનો માટે એક યાત્રા પ્રભારી અને 4 સહ પ્રભારી બનાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો- વડાપ્રધાન-ગૃહપ્રધાનને સંબોધીને કચ્છ ભાજપની પરિસ્થિતી વર્ણવતો નનામી પત્ર થયો વાયરલ

પ્રધાનના લોકસભા વિસ્તારથી નજીક 300-400 કિલોમીટર દૂરથી યાત્રા શરૂ કરવામાં આવશે

16 ઓગસ્ટથી આ યાત્રાની શરૂઆત થશે અને બધા પ્રધાનોની યાત્રા લગભગ ત્રણ દિવસ ચાલશે. પ્રધાનના લોકસભા વિસ્તારથી નજીક 300-400 કિલોમીટર દૂરથી યાત્રા શરૂ કરવામાં આવશે, તેથી જન આશીર્વાદ યાત્રા લગભગ 4-5 જિલ્લાઓને જરૂર કવર કરશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું કે, મોદીના વડાપ્રધાન બન્યા પહેલાનો ઇતિહાસ રહ્યો છે કે, કેન્દ્ર સરકારના પ્રધાનો સામાન્ય જનતાથી ઘણા દૂર હોય છે, પરંતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેન્ડને તોડવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે, તેમના મંત્રિમંડળના બધા પ્રધાન જનતા સાથે જોડાયેલા રહે અને જનતાને તેમની સાથે પોતાપણાનો અહેસાસ થાય.

કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વિશે પણ લોકોને જણાવવામાં આવશે

જો કે, ભાજપ આ યાત્રા દ્વારા લોકોને બતાવશે કે કેવી રીતે મોદી મંત્રિમંડળમાં સમાજના બધા વર્ગને પ્રતિનિધિત્વ મળ્યું છે અને જમીનથી જોડાયેલા સાંસદોને મંત્રિમંડળમાં જવાબદારી સોંપવામાં આવી છે. યાત્રા દરમિયાન ભાજપ ક્ષમતા પ્રદર્શન તો કરશે જ સાથે કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વિશે પણ લોકોને જણાવવામાં આવશે. બધા રાજ્યમાં જ્યાં જન આશીર્વાદ યાત્રા(Jan Ashirwad Yatra) નીકળશે ત્યાં એવા રૂટ બનાવવાનું કહ્યું છે કે, જેનાથી યાત્રા ત્યાંના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ, સાધુ-સંતોના ઘર, પ્રસિદ્ધ સામાજિક નેતા, સાહિત્યકાર, પ્રસિદ્ધ ખેલાડીઓ અને દેશ માટે શહિદ થયેલા વીર જવાનોના ઘર પાસેથી પસાર થશે.

આ પણ વાંચો- Monsoon Session: ભાજપ સંસદીય દળની બેઠકમાં PM Modi પણ રહ્યા ઉપસ્થિત

પ્રધાન કેન્દ્ર સરકારની યોજનાઓ અને ઉપલબ્ધિઓ વિશે જાણકારી આપી શકે છે

એ પણ જણાવવામાં આવ્યું છે કે, યાત્રા(Jan Ashirwad Yatra) જે જગ્યા પર રોકાશે, ત્યાં કેન્દ્રીય પ્રધાન તેમને મળશે અને જે ધાર્મિક સ્થળથી યાત્રા પસાર થશે ત્યાં જઇને પૂજા કરશે. અહીં થોડા સમય માટે સંબોધન પણ થઇ શકે છે. જેમાં પ્રધાન કેન્દ્ર સરકારની યોજનાઓ અને ઉપલબ્ધિઓ વિશે જાણકારી આપી શકે છે.

ABOUT THE AUTHOR

...view details