ગુજરાત

gujarat

Nuh Violence Case Update: જેલમુક્ત થતા બિટ્ટુ બજરંગીએ ઈટીવી ભારત સાથે કરી ખાસ વાતચીત

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2023, 1:43 PM IST

નૂંહ હિંસાનો આરોપી બિટ્ટુ બજરંગીને જેલની બહાર આવ્યો છે. બુધવારે બિટ્ટુ બજરંગીને નૂંહ જિલ્લા અદાલતે જામીન આપ્યા છે. જામીન મળ્યા બાદ સાંજે તેને ફરીદાબાદની નીમકા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ બિટ્ટુ બજરંગીએ ઈટીવી હરિયાણા સાથે વાત કરી છે.

જેલમુક્ત થતા બિટ્ટુ બજરંગીએ ઈટીવી ભારત સાથે કરી ખાસ વાતચીત
જેલમુક્ત થતા બિટ્ટુ બજરંગીએ ઈટીવી ભારત સાથે કરી ખાસ વાતચીત

ફરીદાબાદઃ બિટ્ટુ બજરંગીને જામીન મળ્યા બાદ તેણે નિમકા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી બહાર આવતા સાથે જ બજરંગીના સમર્થકોએ તેનું સ્વાગત ફૂલ માળાથી કર્યુ. પોલીસ દ્વાર લગાડવામાં આવેલા આરોપોનો બજરંગીએ ઈનકાર કર્યો છે.

મને 17 ઓગસ્ટે જેલમાં મોકલાયો હતો. આજે જામીન મળી ગઈ છે. મારા પર જે કલમ લગાડાઈ છે તે ખોટી છે. પોલીસે જે કાર્યવાહી કરી તેનાથી મને જેલ થઈ હતી આજે મને જામીન મળતા હું જેલમુક્ત થયો છું. હું ભવિષ્યમાં ગૌ રક્ષા અને ધર્મના હિતમાં મારૂ કામ કરતો રહીશ...બીટ્ટ બજરંગી(નૂંહ હિંસાનો મુખ્ય આરોપી)

વીહિપે છેડો ફાડ્યોઃ નૂંહ હિંસાનો આરોપી બિટ્ટુ બજરંગી પોતાને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદનો નેતા ગણાવી રહ્યો છે. પરંતુ હિંસાના આરોપસર જેલ થયા બાદ વિશ્વ હિન્દુ પરિષદે તેની સાથે સંબંધ તોડી નાંખ્યો છે. વીહિપે તેના એક્સ હેન્ડલ પર જાણકારી આપી હતી કે બિટ્ટુ બજરંગી બજરંગ દળ કે વિહીપ સાથે સંકળાયેલ નથી. બજરંગીએ જે કર્યુ તેનું અમે સમર્થન કરતા નથી. રાજકુમાર ઉર્ફ બિટ્ટુ બજરંગી, જેને બજરંગદળનો કાર્યકર્તા ગણાવાઈ રહ્યો છે હવે તેનો બજરંગદળ સાથે કોઈ સંબંધ નથી. તેને રજૂ કરેલા વીડિયોને પણ વીહિપ યોગ્ય ગણતી નથી.

નૂંહ હિંસામાં 6 લોકોના મૃત્યુ થયા હતાઃ ઉલ્લેખનીય છે કે 31 જુલાઈએ નૂંહમાં બ્રજ મંડળ યાત્રા દરમિયાન હિંસા ભડકી ઊઠી હતી. આ હિંસામાં કુલ 6 લોકોનું મૃત્યુ થયું હતું. તોફાની તત્વોએ 100થી વધુ ગાડીઓને ફૂંકી મારી હતી. હિંસાને પગલે નૂંહમાં કરફ્યુ લગાડી દેવાયો હતો અને 8 જિલ્લાઓમાં કલમ144 લાગુ કરવામાં આવી હતી. બજરંગી પર બ્રજ મંડળ યાત્રા સંદર્ભે ભડકાઉ ભાષણ, હથિયાર રાખવા જેવા અનેક ગંભીર આરોપો લાગેલા છે. ત્યારબાદ તાપડ સીઆઈએ દ્વારા 15મી ઓગસ્ટે ફરીદાબાદથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

બજરંગી પર લાગેલી કલમોઃ બિટ્ટુ બજરંગી પર ગેરકાયદેસર હથિયાર રાખવા ઉપરાંત આઈપીસીની 148(હુલ્લડો), 149(સામુહિક હુમલો), 332(સરકારી કામોમાં વિક્ષેપ), 353(લોકસેવક પર હુમલો), 186 (લોકસેવકની કામગીરીમાં વિક્ષેપ), 395(લૂંટફાટ), 397(ગેરકાયદેસર હથિયાર), 506(ધાકધમકી આપવી) જેવી કલમો લગાડાઈ છે. બજરંગી ઉપરાંત બીજા અન્ય 20 આરોપીઓ પર મહિલા પોલીસ અધિકારી સામે તલવાર અને અન્ય હથિયારોના પ્રદર્શનનો પણ આરોપ લાગ્યો છે.

  1. Nuh violence Case: નૂંહ હિંસાની તપાસ હાઈકોર્ટના જજ દ્વારા થવી જોઈએ- વિપક્ષના નેતા ભૂપેન્દ્ર હુડ્ડા
  2. Nuh Braj Mandal Yatra: બ્રજ મંડળની યાત્રા માટે નૂંહ છાવણીમાં ફેરવાયું, માર્ગો પર મૌન, 10-15 મુનિઓને જળાભિષેકની પરવાનગી

ABOUT THE AUTHOR

...view details