ગુજરાત

gujarat

જમ્મુ-કાશ્મીરઃ LOC નજીક પાકિસ્તાની ગોળીબારમાં મહિલા ઇજાગ્રસ્ત

By

Published : Dec 23, 2019, 2:04 AM IST

જમ્મુઃ પાકિસ્તાની સૈનિકોએ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતા જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 40 વર્ષીય મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

woman injured in pak shelling along loc in jammu and kashmir
LOC નજીક પાકિસ્તાની ગોળીબારમાં મહિલા ઇજાગ્રસ્ત

એક રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, સીમાપારથી ગોળીબાર રાજૌરીના નૌશેરા સેક્ટરમાં રવિવારે સવારે શરૂ થયો હતો અને મેંઢર, કૃષ્ણાઘાટી અને પૂંછ સેક્ટરોમાં રાતે પણ સતત ગોળીબાર શરૂ હતો. ભારતીય સેનાએ સેક્ટરોમાં તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

પોલીસના એક અધિકારીએ કહ્યું કે, મોડી સાંજે નૌશેરા સેક્ટરમાં શેર મકડી ગામની રહેવાસી નીના દેવી પોતાના ઘર નજીક વિસ્ફોટ થવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, પાકિસ્તાની ગોળીબારની ચપેટમાં કેટલાય ગામો આવ્યા હતા અને કેટલાક મકાનોને પણ નુકસાન થયું હતું.

આ પહેલા દિવસે રક્ષા પ્રવક્તાએ કહ્યું હતું કે, રવિવારે સવારે લગભગ 10.15 કલાકે પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને નૌશેરા સેક્ટરમાં નાના હથિયારો વડે ગોળીબાર કર્યો હતો અને મોર્ટારથી વિસ્ફોટ કર્યા હતા. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું કે, 21 અને 22 ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાને મેંઢર, કૃષ્ણાઘાટી અને પૂંછ સેક્ટરોમાં કેટલાય સ્થાનો પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

જો કે, પૂંછ જિલ્લામાં સીમાપારથી ગોળીબારમાં કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પૂંછ જિલ્લામાં પાકિસ્તાને ગોળીબારી સવારે અટકી હતી.

ABOUT THE AUTHOR

...view details