ગુજરાત

gujarat

ઉત્તર પ્રદેશ: શાકભાજી વેચનારનો દિકરો બન્યો ભાજપનો ઉમેદવાર!

By

Published : Sep 30, 2019, 6:43 PM IST

ઉત્તર પ્રદેશ: યુપીની ધોસી વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે અન્ય પાર્ટીઓના ઉમેદવાર કરતા કંઈક નવો આઈડીયા અપનાવ્યો છે. અહીં આ બેઠકના ભાજપ ઉમેદવાર વિજય રાજભરના પિતા શાકભાજીનો વેપાર કરી રહ્યા છે.

up election

પાર્ટી દ્વારા પોતાના નામની જાહેરાત થતાં ઉત્સાહિત ઉમેદવાર વિજય રાજભરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સંગઠને મને મોટી જવાબદારી આપી છે. મારા પિતા મુંશીપુરાની બાજુમાં આવેલી ફૂટપાથ પર શાકભાજી વેચી રહ્યા છે. હું પાર્ટીની આશા પર યોગ્ય સાબિત થઈશ.

વિજયે પાર્ટીના શહેર અધ્યક્ષ તરીકે કામ કરેલું છે તથા તેના કામને ધ્યાને રાખી પાર્ટીએ આ નિર્ણય લીધો છે. આ અગાઉ તે નગરનિગમની ચૂંટણી પણ લડી ચૂક્યો છે.

આ અંગે તેમના પિતા નંદલાલ રાજભરે કહ્યું હતું કે, મારા દિકરાની સખત મહેનતનું ફળ તેને મળ્યું છે અને તે સારુ લાગે છે. હું શાકભાજી વેચું છું અને વેચતો રહીશ. પાર્ટીએ તેની ક્ષમતા જોઈ તેના પર વિશ્વાસ મુક્યો છે.

વિજય રાજભર ધોસી વિધાનસભા સીટ પર પેટાચૂંટણી લડી રહ્યા છે. જ્યાં 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે.

આ સીટ પર અગાઉ ફાગુ ચૌહાણ ધારાસભ્ય હતા, જો કે હાલમાં તેઓ બિહારના રાજ્યપાલ છે.

ઉત્તર પ્રદેશ: શાકભાજી વેચનારનો દિકરો બન્યો ભાજપનો ઉમેદવાર !

મઉ (ઉત્તર પ્રદેશ): યુપીની ધોસી વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે અન્ય પાર્ટીઓના ઉમેદવાર કરતા કંઈક નવો આઈડીયા અપનાવ્યો છે. અહીં આ બેઠકના ભાજપ ઉમેદવાર વિજય રાજભરના પિતા શાકભાજીનો વેપાર કરી રહ્યા છે.

પાર્ટી દ્વારા પોતાના નામની જાહેરાત થતાં ઉત્સાહિત ઉમેદવાર વિજય રાજભરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સંગઠને મને મોટી જવાબદારી આપી છે. મારા પિતા મુંશીપુરાની બાજુમાં આવેલી ફૂટપાથ પર શાકભાજી વેચી રહ્યા છે. હું પાર્ટીની આશા પર યોગ્ય સાબિત થઈશ.

વિજયે પાર્ટીના શહેર અધ્યક્ષ તરીકે કામ કરેલું છે તથા તેના કામને ધ્યાને રાખી પાર્ટીએ આ નિર્ણય લીધો છે. આ અગાઉ તે નગરનિગમની ચૂંટણી પણ લડી ચૂક્યો છે.

આ અંગે તેમના પિતા નંદલાલ રાજભરે કહ્યું હતું કે, મારા દિકરાની સખત મહેનતનું ફળ તેને મળ્યું છે, અને તે સારુ લાગે છે. હું શાકભાજી વેચું છું અને વેચતો રહીશ. પાર્ટીએ તેની ક્ષમતા જોઈ તેના પર વિશ્વાસ મુક્યો છે.

વિજય રાજભર ધોસી વિધાનસભા સીટ પર પેટાચૂંટણી લડી રહ્યા છે. જ્યાં 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે.

આ સીટ પર અગાઉ ફાગુ ચૌહાણ ધારાસભ્ય હતા, જો કે હાલમાં તેઓ બિહારના રાજ્યપાલ છે.

Conclusion:

ABOUT THE AUTHOR

...view details