ગુજરાત

gujarat

વસુંધરા રાજે અને તેના પુત્ર દુષ્યંતે પોતાને કર્યા સેલ્ફ ક્વારંટાઈન, કનિકાની પાર્ટીમાં હતા હાજર

By

Published : Mar 20, 2020, 7:20 PM IST

રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા વસુંધરા રાજે પોતાના સાંસદ પુત્ર દુષ્યંત સાથે લખનઉમાં તે પાર્ટીમાં હાજર હતાં જે પાર્ટી બોલિવૂડ સિંગર કનિકા કપૂર દ્વારા આપવામાં આવી હતી. કનિકાનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવ્યા બાદ વસુંધરા રાજેએ કહ્યું કે, તે અને તેમના પુત્રએ નિર્ણય કર્યો છે કે, તેઓ પોતાને સેલ્ફ ક્વારંટાઇનમાં રાખશે.

વસુંધરા રાજે અને દુષ્યંત પોતાને કર્યા સેલ્ફ ક્વારંટાઇન
વસુંધરા રાજે અને દુષ્યંત પોતાને કર્યા સેલ્ફ ક્વારંટાઇન

રાજસ્થાન: રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા વસુંધરા રાજે પોતાના સાંસદ પુત્ર દુષ્યંત સાથે લખનઉમાં તે પાર્ટીમાં હાજર હતાં જે પાર્ટી બોલિવૂડ સિંગર કનિકા કપૂર દ્વારા આપવામાં આવી હતી. કનિકાનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવ્યા બાદ વસુંધરા રાજેએ કહ્યું કે, તે અને તેમના પુત્રએ નિર્ણય કર્યો છે કે, તેઓ પોતાને સેલ્ફ ક્વારંટાઇનમાં રાખશે.

બોલીવૂડની જાણીતી ગાયિકા કનિકા કપૂરનો કોરોના ટેસ્ટ પોઝેટિવ આવ્યો છે. કનિકા કપૂરે રવિવારે લખનઉના ગેલેન્ટ એપાર્ટમેન્ટમાં એક પાર્ટી આપી હતી. જેમાં અધિકારીઓ અને નેતાઓ સામેલ હતા. આ પાર્ટીમાં વસુંધરા રાજે અને તેમનો પુત્ર પણ હાજર હતા. બન્ને નેતાએ હવે પોતાને સેલ્ફ આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય કર્યો છે. બોલીવૂડની જાણીતી ગાયિકા કનિકાે કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details