ગુજરાત

gujarat

આનંદોઃ ઉજ્જવલા યોજનાના હેઠળ હવે સપ્ટેમ્બર સુધી મફત 3 ગેસ સિલિન્ડર મળશે

By

Published : Jul 9, 2020, 8:44 AM IST

કેન્દ્રીય પ્રધાનમંડળે ઉજ્જવલા યોજનાના સાત કરોડથી વધુ લાભાર્થીઓને નિઃશૂલ્ક સિલેન્ડર આપવાની સુવિધાના સમયગાળામાં વધારો કર્યો છે. હવે સપ્ટેમ્બર સુધી મફત 3 ગેસ સિલિન્ડર મળશે.

cylinder-facility-extended
ગેસ સિલિન્ડર

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળે ઉજ્જવલા યોજનાના સાત કરોડથી વધુ લાભાર્થીઓને નિઃશૂલ્ક સિલેન્ડર આપવાની સુવિધાના સમયગાળામાં વધારો કર્યો છે. હવે સપ્ટેમ્બર સુધી મફત 3 ગેસ સિલિન્ડર મળશે. આમ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમબીકેવાઈ) હેઠળ ત્રણ ગેસ સિલિન્ડર નિઃશૂલ્ક આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના પ્રસ્તાવનો સ્વીકાર કરતા ઉજ્જવલાના લાભાર્થીઓને માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકારો સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી.

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, ઉજ્જવલાના લાભાર્થીઓ માટે ત્રણ ગેસ સિલિન્ડર નિઃશૂલ્ક આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ પહેલા બે મહિને તમામને સિલિન્ડર મડ્યા છે, પરંતુ ત્રીજા મહિને તમામને લાભ મળી શક્યો નહીં. કારણ કે સિલિન્ડર જરૂરી નથી કે એક જ મહિનો ચાલે તેથી આ નિઃશૂલ્ક ગેસ સિલિન્ડર વિતરણનો સમયગાળો વધારવામાં આવ્યો છે.

કોરોના કાળમાં ગરીબોને આર્થિક સુરક્ષા આપવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ હેઠળ ઉજ્જવલાના લાભાર્થીઓને એક એપ્રિલથી ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન ત્રણ ગેસ સિલિન્ડર નિઃશૂલ્ક રીફીલ કરવાની સુવિધા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details