ગુજરાત

gujarat

મહારાષ્ટ્રમાં શિવસેના સત્તામાં રહેશે: ઉદ્ધવ ઠાકરે

By

Published : Nov 3, 2019, 8:01 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના વચ્ચે સરકાર બનાવવાને લઇને ખેંચતાણ યથાવત છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, લોકોને જલ્દી જ ખબર પડશે કે, શિવસેના રાજ્યમાં સત્તામાં હશે.

shiv

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ થયો છે. જગતના તાતને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા કરવામાં આવેલીએ 10 હજાર કરોડની જાહેરાત અપર્યાપ્ત છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. પરિણામ બાદ ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર માટે કોંકડું ગુંચવાયું છે.

શિવસેના પ્રમુખે રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે, આગામી દિવસોમાં જણાકારી મળશે કે, શિવસેના મહારાષ્ટ્રમાં સત્તામાં હશે.

આ પણ વાંચો....મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ: શિવસેનાએ કર્યો પૂર્ણ બહુમતનો દાવો, હવે અમારો CM હશે

ગયા મહિને કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો તાગ મેળવવા ઠાકરે ઓરંગાબાદ ગયા હતાં.

ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, તેમણે કન્નડ અને વૈજાપુર જિલ્લાના ખેડૂતો સાથે વાતચીત કરી હતી. શિવસેના પ્રમુખે કહ્યું કે, નુકસાનની સમીક્ષા હેલિકોપ્ટર વડે ન લઇ શકાય.

આ પણ વાંચો....મહારાષ્ટ્ર-હરિયાણા ચૂંટણી: પાર્ટીઓ જ નહીં ઘણી વખત જનતા પણ ચૂંટણી લડી લેતી હોય છે !

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ખેડૂતોને પ્રતિ હેકટર 25 હજાર રુપિયાની ચૂકવણી થવી જોઈએ. તેમણે કહ્યું કે, ખેડૂતોને પોતાનો હક મળવો જોઈએ.

આ પણ વાંચો....મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત નથી, કે જેના પિતા જેલમાં હોય, અમારી પાસે વિકલ્પ છે: શિવસેના

ઠાકરેએ કેન્દ્વ સરકારને માગ કરી કે, તે લોકોને બતાવે કે, ક્ષેત્રીય વ્યાપક આર્થિક સહયોગ (RCP)થી દેશનો કયા પ્રકારનો ફાયદો થશે.

RCEPમાં આશિયનના 10 દેશો સિવાય ભારત. ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ જેવા દેશો સામેલ છે. જે મુક્ત વ્યાપાર માટે વાતચીત કરી રહ્યાં છે.

उद्धव बोले - 'लोगों को जल्दी पता चलेगा शिवसेना राज्य में सत्ता में होगी'



ABOUT THE AUTHOR

...view details