ગુજરાત

gujarat

રાજસ્થાનના બન્સ્વારામાં બહેનના ઘરે જઈ રહેલા 4 ભાઈઓને ટ્રકે કચડી નાંખ્યા

By

Published : Jan 25, 2021, 11:16 AM IST

Updated : Jan 25, 2021, 12:55 PM IST

ચાર યુવકો બાઈક પર બન્સ્વારા જઈ રહ્યા હતા. ત્યારે બન્સ્વારાથી માર્બલ ભરેલો ટ્રેક રતલામ તરફ જઈ રહ્યો હતો.આડીભીત નજીક બંન્ને વાહનો સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

રાજસ્થાનના બન્સ્વારા
રાજસ્થાનના બન્સ્વારા

  • બહેનના ઘરે જઈ રહેલા 4 ભાઈઓને ટ્રેક કચડી નાંખ્યા
  • 4 ભાઈઓના મોતથી પરિવારમાં માતમ
  • મૃતકોમાં 2 સગા ભાઈ અને 2 પિતરાઈ ભાઈઓ

રાજસ્થાન : બન્સ્વારામાં રવિવાર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બહેનના ઘરે જઈ રહેલા 4 ભાઈઓને ટ્રકે કચડી નાંખતા ચારે ભાઈઓના ઘટના સ્થળ પરથી મોત થયું હતુ. આ અકસ્માતદાનપુરના આડીભીતમાં સર્જાયો હતો. મૃતકોમાં 2 સગા ભાઈ અને 2 પિતરાઈ ભાઈઓ હતા.

બંન્ને સરહદનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો

જાણકારી અનુસાર એક યુવકના પગના કટકા થયા હતા.અકસ્માત આંબાપુરા અને દાનાપુરામાં સર્જાયો હોવાથી બંન્ને સરહદનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ટ્રક ઉદયપુરના કેસરિયાજીથી ભોપાલ મધ્યપ્રદેશના રાયસેન માર્બલ ભરીને જઈ રહ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર બાઈક સવાર 4 ભાઈઓ ખોરાપાડાના રહેવાસી હતા. આપને જણાવી દઈએ કે, ચારે યુવકો બન્સ્વારા જઈ રહ્યા હતા. જ્યારે બન્સ્વારાથી માર્બલ ભરેલો ટ્રક રતલામ તરફ જઈ રહ્યો હતો. આડીભીત પાસે પહોંચતા જ ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ટ્રક છોડી ફરાર થયો હતો.પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated :Jan 25, 2021, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details