ગુજરાત

gujarat

યસ બેંકની ધ્વંસ થવાની ઘટનાને ટાળી શકાય એમ હતી?

By

Published : Mar 8, 2020, 10:27 PM IST

યસ બેંકની ધ્વંસ થવાની ઘટનાને ટાળી શકાય એમ હતી?
યસ બેંકની ધ્વંસ થવાની ઘટનાને ટાળી શકાય એમ હતી?

અત્યારે સૌથી વધારે બેંક ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાંતો અને યસ બેંકના ખાતેદારોમાં એક જ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છે કે બેંકમાં એવુ ખોટુ શું બન્યુ? શુ બેંકની ખતમ થવાની ઘટનાને ટાળી શકાય તેમ હતુ? હવે રોકાણકારોની રકમનું શુ થશે? અને બેંકનું ભવિષ્ય શુ રહેશે? હૈદરાબાદ સ્થિત ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્સ્યોરન્સ એન્ડ રીક્સ મેનેજમેન્ટ ( આઇઆઇઆરએમ)ના પ્રોફેસર ડો. કે. શ્રીનિવાસ રાવે આ પ્રશ્નોના જવાબ શોધ્યા છે.

બેંકની મિલકતોની વૃધ્ધિની અશક્યતા અને મિલકતોની ગુણવતામાં ઘટાડો થવાની ઘટનાને કારણે યસ બેંક પર દેવા મોકુફીની મુદ્દત 3 એપ્રિલ 2020 સુધી લાદી દેવામાં આવી છે.

થાપણ નહી ઉપાડવાનું પગલુ અસ્થાયી હોવા છંતાય, જેના કારણે કામગીરીમાં થતા વિક્ષેપને કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલી પડશે.

જેના કારણે લોકોમાં ખાનગી બેંક પ્રત્યેનો વિશ્વાસ તુટતા મોટું નુકશાન થશે

બેંકે રૂપિયા 50 હજારની રોકડ ઉપાડવાની જ મંજુરી યોગ્ય નથી. બેંકે ગ્રાહકોની પ્રોફાઇલને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો પડે.

બચત માટેની ઉંચા દર અને નવીન ટેકનોલોજી આધારિત પ્રોડક્ટમાં વધારે રસ હોવાને કારણે યુવાનોએ બેંકમાં ઝંપલાવીને ફસાયા.

આમ આ પ્રકારના પ્રતિબંધથી સોશિયસ મીડિયામાં પ્રગટ થતા રોષને કારણે બેંકની નાણાંકીય સિસ્ટમ પર સૌથી વધુ નુકશાન પહોંચાડે છે.

જેનું પરિણામ એ આવ્યુ કે યસ બેંકના શેરનું મૂલ્ય 85 ટકા સુધી ઘટતા લાખો રોકાણકારોને ખુબ જ ભાર નુકશાન પહોચાડ્યુ છે.

જે અન્ય કંપનીઓ પરના રોકાણકારોના દ્રષ્ટિકોણને બદલી શકે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવતી જોખમ આધારિત સુપરવાઇઝરી સિસ્ટમનો ઉપયોગ કરવાથી મિલકતોની ગુણવતામાં નુકશાન અને મૂડી પર્યાપ્તતા ગુણોતરમાં થતો ઘટાડો અને નબળા કોર્પોરેટ ગવર્નન્સની પધ્ધતિમાં રાહત થઇ તેમ છે.

નાણાંકીય આવકમાં ઘટાડો થવાની અને નાણાંકીય તરલતા પર દબાણને રોકવાના તાત્કાલિક પગલાને કારણે ખાનગી બેંકોની છબીને ખરડાતી અટકાવવામાં મદદ મળે છે.

એક અગ્રણી બેંક

યસ બેંક 2004માં શરૂ થઇ હતી અને તે દેશની ચોથી મોટી ખાનગી બેંક બની.

નિષ્ણાંતો દ્વારા બેંકને ચલાવવામાં આવતા 15 વર્ષના ટુંકા ગાળામાં બેંકની મિલકતો રૂ.3.62 લાખ કરોડ સુધી પહોંચી અને અને મુડી પર્યાપ્તાનો દર માર્ચ 2019 સુધીમાં 15.7 ટકા સુધી રહ્યો.

કુલ એનપીએ 7.39 ટાક અને ચોખ્ખી એનપીએ 4.35 ટકા હતી.

ત્યારે આ મહત્વની સિધ્ધીઓ કોઇ જોખમ માટેનું એલર્ટ નહોતુ અને પણ તેને ચોક્કસ રેગ્યુલેટરીને આધારે તેને નુકશાન થતુ અટકાવી શકાય તેમ હતુ.

પણ, બેંકમાં અન્ય આંતરિક નબળા પરિમાણો હતા કે જે સ્થિતિને વધુ વિકટ કરે છે અને બેંકને વધુ ખરાબ સ્થિતિમાં લાવે છે.

પરંતુ ત્યાં અન્ય નોંધપાત્ર નબળા આંતરિક પરિમાણો હોઈ શકે છે જે સ્થિતિને વિકસિત કરે છે અને બેંકને સખત સ્થિતિમાં લાવે છે.

28 રાજ્યો અને નવ યુનિયન ટેરેટરીમાં 1000થી વધારે શાખાઓ અને 1800થી વધારે એટીએમનું નેટવર્ક ધરાવતી યસ બેંકની કુલ ડીપોઝીટ રૂ.2.27 લાખ કરો અને તે માર્ચ 2019માં રૂ. 2.64 લાખ કરોડોની રકમ એચએનઆઇ માટે પહોંચી હતી.

નાણાંની તરલતાનો અભાવ અને સતત આ ટ્રેમ્ડ ચાલતા સપ્ટેમ્બર 2019 સુધીમાં ડીપોઝીટ ઘટીને રૂ.2.09 લાખ કરોડ સુધી પહોંચી ગઇ હતી.

ત્યારે આવી સરસ છાપ ધરાવતી બેંક ખુબ જ ઝડપથી તકલીફમાં આવી ગઇ હતી.

આ નુકશાન એટલા ઝડપથી થયુ કે આરબીઆઇ સ્થિતિને સુધારવા માટે પ્રોમ્પ્ટ કરેક્ટીવ એક્શન જરૂરી નિયમ લાદી ન શકી.

સામાન્ય રીતે આરબીઆઇ પ્રોમ્પ્ટ કરેક્ટીવ એક્શન (પીસીએ) કરી શકે કે જ્યારે કેપીટલ 10.87 ટકા , નેટ એપીએ પર 6 ટકા નેગેટીવ રિટર્ન અને તે સતત બે ક્વાટર્સમાં આવે તેમજ લીવરેજનો રેસિયો 4.5 ટકા સુધી હોય.

અત્યાર યુનાઇટેડ બેંક, સેન્ટ્રલ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક અને લક્ષ્મી વિલાસ બેંક સહિતની પબ્લીક સેક્ટરની બેંક હાલ પીસીએના ફ્રેમવર્ક હેઠળ છે.

દબાણની સજ્ઞાઓ

કોઇ રોકાણકારો ન આવતા કેપીટલમાં વધારો ન થયો અને માર્ચ 2019માં એનપીએ રૂ.3277 કરોડ પહોંચી હતી.

બેંકની સ્થિતિ સારી હતી તે સમયે સપ્ટેમ્બર 2019માં બેંકના પૂર્વ એમડી અને સીઇઓ રાણા કપુર દ્વારા બેંકના 55.2 મિલિયન શેરોનું વેચાણ કરવામાં આવ્યુ . તો આરબીઆઇએ રાણા કપુરનો કાર્યકાળ વધારવાનો ઇન્કાર કર્યો હતો.

તે પહેલા દેવામાં વધારો થતા અને ખોટને ઘટાડો ન થતા મૂડીસ દ્વારા ઇન્વેસ્ટર સર્વિસના બેંકના ક્રેડીટ સ્કોરને ડિસેમ્બર 2019ને ડાઉનગ્રેડ કરવામાં આવી હતી.

જેના કારણે બેંકની કથળતી સ્થિતિમાં દેવુ ચુકવવાની સ્થિતિ પર સતત જોખમ દર્શાવવામાં આવ્યુ હતુ.

નબળી ગર્વનન્સ પ્રેક્ટીસ, નબળી નિયંત્રણની નાજુક પધ્ધતિ અને બોર્ડની સ્વતંત્રતા તેમજ બેજવાબદાર સંચાલનને કારણે બેંકની મિલકતો પર સતત જોખમ વધ્યુ હતુ.

સમગ્ર ઓડિટની સિસ્ટમ કાબુ બહાર જતી રહી કે જ્યારે મેનેજમેન્ટ દ્વારા પોતાના અંગત લાભો પસંદ કરવામાં આવ્યા .

જ્યારે નવી પેઢીની ખાનગી બેંકોની કાર્યક્ષમતાના અનુકરણ માટે ઘણીવાર ટાંકવામાં આવે છે ત્યારે આ ક્ષેત્રમાં નિષ્ફળતાને દુર કરે છે.

હવે પછી શુ?

હાલ યસ બેંકના બોર્ડને રદ કરી દીધુ અને નવા મેનેજમેન્ટ સાથે એસબીઆઇ સાથે મળીને રૂ. પાંચ હજાર કરોડની કેપીટલ રોકાણ માટે કામગીરી કરીને સ્કીમ 2020 હેઠળ બેંકને ફરીથી પાટા પર ચડાવવા માટે કામગીરી કરી રહી છે.

બીજી રોકાણ કારો માટે રાહતના એ સમાચાર છે કે તેમના રોકાણો સલામત રહેશે અને તે ચાર એપ્રિલ 2020 સુધી ડીપોઝીટ બેકમાં રહેશે.

જેથી બેંકની સુવ્યવસ્થાન પુનપ્રસ્થાપિત કરવા માટે અગાઉની સ્થિતિ પર આત્મનિરીક્ષણ કરવુ જરૂરી છે.

જ્યારે હવે બેંક સરકાર અને આરબીઆઇના નિયંત્રણમાં છે અને પુનનિર્માણની યોજનાને અમલમાં મુકવા માટેની વિશિષ્ઠતા પર આધારે રહેશે કે જેથી ગ્રાહકોની માનસિક વેદના સમાપ્ત થઇ શકે.

નાણાંકીય પ્રણાલીમા સ્થાનિક અને વિદેશી રોકાણકારોના આત્મવિશ્લાસની પુનઃસ્થાપના માટે આ વધુ નિર્ણાયક બનશે. ખાસ કરીને જ્યારે હાલ અર્થ વ્યવસ્થા સતત મંદી વચ્ચે છે અને ગ્રાહકો અગાઉની દબાણની સ્થિતિમા આવેલી તકલીફોને જોઇ શકશે નહી.

ડો. કે. શ્રીનિવાસ રાવ પ્રોફેસર, ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્સ્યોરન્સ એન્ડ રીક્સ મેનેજમેન્ટ ( આઇઆઇઆરએમ)

ABOUT THE AUTHOR

...view details