ગુજરાત

gujarat

મહારાષ્ટ્ર ચૂંટણી: 50-50ની ફોર્મ્યુલા પર શિવસેના અડગ, ભાજપ પાસેથી માગે છે લેખિતમાં ખાતરી

By

Published : Oct 26, 2019, 7:16 PM IST

મુંબઈઃ હરિયાણામાં નવી સરકારની રચના માટેનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો છે. પરંતુ, ભાજપ-શિવસેનાના ગઠબંધનને મહારાષ્ટ્રમાં બહુમતી મળવા છતાં, આ મામલો અટવાયો છે. શિવસેનાના ધારાસભ્યોની શનિવારે મુંબઈમાં બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન સરકારમાં 50-50 ફોર્મ્યુલા પર ચર્ચા કરવામાં આવી હતી.

શિવસેના મુખ્યાલય

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો બાદ પાર્ટીના ધારાસભ્યોની શનિવારે મુંબઇના શિવસેના મુખ્યાલયમાં બેઠક મળી હતી. બેઠકમાં ભાજપ સાથે સરકાર રચવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. શિવસેના 50-50ની ફોર્મ્યુલા હેઠળ અઢી વર્ષના મુખ્યપ્રધાનના કાર્યકાળ પર અડગ છે. શિવસેનાએ આ મામલે ભાજપ પાસે લેખિતમાં ખાતરી માગી છે.

ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી શિવસેના વતી કહેવામાં આવતું હતું કે ભાજપ અને શિવસેના વચ્ચે ચૂંટણી પહેલા 50-50 ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી, તેના આધારે નિર્ણય લેવામાં આવશે. શિવસેનાના નેતાઓએ માગ કરી છે કે આદિત્ય ઠાકરેને સીએમ બનાવવામાં આવે.

સિલ્લોડથી શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તારે કહ્યું કે, આદિત્ય ઠાકરેને મુખ્યપ્રધાનના રૂપમાં જોવા માગીએ છીએ

આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનને જીત મળી છે. ભાજપને 105 અને શિવસેનાને 56 સીટ ઉપર જીત મળી છે. મહત્વનું છે કે, મુંબઈના અનેક વિસ્તારોમાં આદિત્ય ઠાકરેને ભાવી મુખ્યપ્રધાન કહેવાતા પોસ્ટરો લાગ્યા છે.

ABOUT THE AUTHOR

...view details