ગુજરાત

gujarat

રાજસ્થાન કટોકટી : કોંગ્રેસે સચિન પાયલટને આપ્યો છેલ્લો મેસેજ

By

Published : Jul 15, 2020, 7:01 PM IST

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે બુધવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સચિન પાયલોટને ફરીથી પાર્ટીમાં લેવાની વાત કરી હતી. સુરજેવાલાએ કહ્યું કે, રાજસ્થાનની ચૂંટાયેલી જનમતની સરકારને તોડવાનો પ્રયાસ ભાજપે કર્યો છે.

રણદીપ સુરજેવાલા
રણદીપ સુરજેવાલા

જયપુર : રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ બુધવારે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, રાજસ્થાનની ચૂંટાયેલી જનતાની સરકારને તોડવાનો પ્રયાસ ભાજપે કર્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ એક વાત સાબિત થઈ છે કે, રાજસ્થાનની ચૂંટાયેલી કોંગ્રેસની સરકારને તોડી પાડવાનું કાવતરું રચનાર ભાજપ સરકારનું ષડયંત્ર નિષ્ફળ થયું છે.

રણદીપસિંહ સુરજેવાલાએ જણાવ્યું કે, અમારા સાથી સચિન પાયલોટ અને બાકીના ધારાસભ્યોને પક્ષની બેઠકમાં બોલાવાવમાં આવ્યા અને પોતાનો મુદ્દો પાર્ટી સમક્ષ રાખવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, જો કોઈ સમસ્યા હોય તો કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ ખુલ્લા મનથી તમારી વાત સાંભળવા અને સમાધાન શોધવા તૈયાર છે. અમારા યુવા સહયોગી સચિન પાયલટ અને કોંગ્રેસના ધારાસભ્યો જે હાજર નથી, અમે તેમને કોંગ્રેસ પક્ષની બેઠકમાં એક કરતા વધુ વાર કહ્યું હતું કે, જો તમારી પાસે કોંગ્રેસ ધારાસભ્યોની બહુમતી છે, તો પછી બેઠકમાં આવો અને પોતોના અધિકારી લઇ લો...

સુરજેવાલાએ કહ્યું કે, અમે કોંગ્રેસના ધારાસભ્યોની બે વાર બેઠક બોલાવી હતી અને પાઇલટને આવીને પોતાનો મુદ્દો રજૂ કરવા જણાવ્યું હતું. તેમણે વધુંમાં કહ્યું કે, કોંગ્રેસના નેતૃત્વએ અમારા યુવાન સાથીદાર સચિન પાઇલટને આગળ વધાર્યો છે. સાંસદથી લઈને કેન્દ્રીય પ્રધાન સુધી, તેમજ રાજ્ય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષથી લઇને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન સુધી આ તમામ 14 -15 વર્ષમાં થયું છે આ વર્ષોમાં તેમને પાર્ટી દ્વારા આટલું આગળ લઇ જવામાં આવ્યું છે. સુરજેવાલાએ કહ્યું કે, છેલ્લા 5 દિવસમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતૃત્વ દ્વારા પણ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રણદીપસિંહ સુરજેવાલાએ જણાવ્યું કે, પાઇલટે બુધવારે કહ્યું હતું કે, તેઓ ભાજપમાં નહીં જાય. તેમણે કહ્યું કે, અમે સચિન પાયલોટ અને બાકીના ધારાસભ્યોને કહીશું કે જો તમારે ભાજપમાં જવું ન હોય તો તરત જ ભાજપના લોકો સાથે વાત કરવાનું બંધ કરી દો. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો તમારે ભાજપમાં જવું નથી, તો કોંગ્રેસના ધારાસભ્યો જે હોટલમાં રહ્યા છે, તેમના પર નજર રાખવાનું બંધ કરો.આ ઉપરાંત, ભાજપના કોઈપણ વ્યક્તિ સાથે ચર્ચા કરવાનું બંધ કરો અને પરિવારના સભ્યની જેમ ઘરે પરત ફરો.

ABOUT THE AUTHOR

...view details