ગુજરાત

gujarat

પાક-ચીન સરહદ પર માર્ગ નિર્માણનું કાર્ય પૂરઝડપે

By

Published : Jul 7, 2020, 3:33 PM IST

ભારતના રક્ષાપ્રધાન રાજનાથસિંહે મંગળવારે સરહદ પરના માર્ગ નિર્માણ અને અન્ય બાંધકામો અંગે બેઠક યોજી હતી. આમાં તેમણે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના વડા લેફ્ટનન્ટ જનરલ હરપાલસિંઘ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથેના પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.

rajnath-singh-reviews-ongoing-road-projects-with-bro
પાક-ચીન સરહદ પર માર્ગ નિર્માણનું કાર્ય ઝડપી ગતિએ ચાલુ

નવી દિલ્હીઃ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના વડા લેફ્ટનન્ટ જનરલ હરપાલસિંહે રક્ષાપ્રધાન રાજનાથ સિંહને ચીન સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) અને પાકિસ્તાન સાથેની લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર ચાલી રહેલા માર્ગ બાંધકામ પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપી હતી. સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે, બ્રીફિંગ એક કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું.

સાઉથ બ્લોકમાં મળેલી બેઠકમાં રક્ષાપ્રધાન રાજનાથસિંહે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના ચીફ લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ચાલી રહેલા પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.

સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે, લેફ્ટનન્ટ જનરલ હરપાલસિંહે સંરક્ષણ પ્રધાનને ખાતરી આપી હતી કે, એલઓસી અને એલઓસી પર ચાલી રહેલા પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા બીઆરઓ (બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન) કોઈ કસર છોડશે નહીં. સંરક્ષણ, ગૃહ અને પરિવહન બધા પ્રોજેક્ટ માટે સાથે મળીને કામ કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details