ગુજરાત

gujarat

કેન્દ્રની 'દેશભક્ત' સરકાર ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરેઃ શિવસેના

By

Published : May 5, 2020, 6:13 PM IST

કાશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન આર્મીના પાંચ જવાન શહીદ થયા હતા. આ અંગે શિવસેનાએ કહ્યું કે, કેન્દ્રમાં મજબૂત દેશભક્ત સરકાર બેઠી છે. શહીદ સૈનિકોનો બદલો લેવા ફરી સર્જિકલ સ્ટ્રાઈક થવી જોઈએ.

Post Handwara, Sena calls for another surgical strike
શિવસેનાની બોલી- કેન્દ્રની 'દેશભક્ત' સરકાર ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરે

મુંબઇ: શિવસેનાએ મંગળવારે કહ્યું કે, કાશ્મીરના હંદવારામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયેલા પાંચ જવાનોનો બદલો લેવા ચિંતા કરના કર્યા વગર ફરી સર્જિકલ સ્ટ્રાઈક થવો જોઇએ.

શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'માં કહ્યું કે, બહાદુર સૈનિકો પોતાની જ ધરતી પર માર્યા ગયા છે. આ એ સમયે બન્યું હતું જ્યારે કેન્દ્રમાં એક મજબૂત અને દેશભક્ત સરકાર બેઠી છે. ભૂતપૂર્વ એનડીએના ઘટક શિવસેનાએ કહ્યું કે, કોરોનાની લડાઈમાં દેશ કાશ્મીર યુદ્ધ ભૂલી ગયો હતો, પરંતુ પાકિસ્તાન એ ભૂલી શક્યું નથી. હવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ.

તાજેતરમાં જ કોરોના સામે લડી રહેલા કોરોના વોરિયર્સ પર સુરક્ષાબળોએ ફૂલો વરસાવ્યાં હતાં. આ અંગે શિવસેનાએ કહ્યું કે, કોરોના વોરિયર્સ પોલીસકર્મી, ડોકટર અને નર્સની પ્રશંસા કરવાની ચાલુ રહેશે, પરંતુ આતંકી હુમાલાઓને નજરઅંદાજ નહીં કરી શકાય. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ કહ્યું કે, પાંચ જવાનોની શહાદતનો બદલો લેવા ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરવી પડશે. શિવસેનાએ કોઈ પણ પક્ષ કે સરકારનું નામ લીધા વિના કહ્યું કે, હંડવાડા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા સૈનિકોના પરિવારજનો પર પણ ફૂલો વરસાવવાની જરૂર હતી.

મહત્વનું છે કે, સપ્ટેમ્બર 2016માં ઉરી આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ નિયંત્રણ રેખાની આજુ-બાજુના સાત આતંકી ચોકીને નિશાને બનાવી હુમલો કર્યો હતો. જેમાં પાકિસ્તાનથી ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકીઓને નિશાન લીધા હતાં. જોકે પાછળથી કોંગ્રેસે ભાજપ પર આ હુમલોનો ઉપયોગ રાજકીય લાભ માટે કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details