ગુજરાત

gujarat

'મન કી બાત'માં પીએમ મોદીએ કોરોનાથી બચવા પ્રાણાયામ અને યોગ કરવા પર ભાર મુક્યો

By

Published : May 31, 2020, 12:35 PM IST

કોરોના સાથેની જંગ વચ્ચે વડાપ્રધાન મોદીએ દેશવાસિઓને "મન કી બાત" દ્વારા સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીની આ 65મી "મન કી બાત" હતી. જેમાં પીએમ મોદીએ કોરોનાના સમયમાં પ્રાણાયમ અને યોગ કરવા પર ભાર મુક્યો હતો.

Narendra modi, Etv Bharat
Narendra modi

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકડાઉનની વચ્ચે ત્રીજી વખત મન કી બાતના માધ્યમથી દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા ધીરે ધીરે ગતિ પકડી રહી છે. એવામાં હવે વધુ સાવધાની રાખવાની જરૂર છે. સામાજીક અંતર અને માસ્ક પહેરવામાં ઢીલાશ ચાલશે નહીં.

કોરોના સામે આપણે બધાએ એક થઈને લડવાનું છે. આપણા દેશની વસ્તી અન્ય દેશો કરતા વધુ છે, આ કારણે આપણી સામે પડકાર પણ વધુ છે. જોકે આપણે ત્યાં ઘણું ઓછું નુકસાન થયું છે. જે કંઈ આપણે બચાવી શકયા છીએ તે સામુહિક પ્રયત્નોથી સફળ થયું છે. મોદીએ કહ્યું કે, લોકડાઉનથી થતી મુશ્કેલી માટે હું માફી માંગું છું, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ વધારો અને ઇમોશનલ ડિસ્ટન્સિંગ ઘટાડો.

પીએમ મોદીના સંબોધનના મહત્વના મુદ્દા

  • સ્વચ્છ વાતાવરણ સીધું જ આપણા જીવનને અને આપણા બાળકોનું ભવિષ્ય છે. તેથી આપણે તેના વિશે વ્યક્તિગત સ્તરે પણ ચિંતા કરવાની જરૂર છે. હું તમને વિનંતી કરું છું કે આ પર્યાવરણ દિવસે કેટલાક વૃક્ષો વાવો અને પ્રકૃતિની સેવા કરવાનો સંકલ્પ કરો.
  • આપણે એ ધ્યાનમાં રાખવું પડશે કે આવી કઠીન ઘડીમાં પણ દેશએ જે રીતે પરિસ્થિતિ સંભાળી છે, તે બગડે નહીં. આપણે આ લડતને નબળી થવા દેવાની નથી.
  • એક તરફ જ્યાં પૂર્વ ભારત વાવાઝોડાને કારણે આફતનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ દેશના ઘણા ભાગોમાં તીડ અથવા તીડના હુમલાથી અસર થઈ છે. આ હુમલાઓએ આપણને ફરીથી યાદ અપાવ્યું છે કે આ નાનું પ્રાણી કેટલું નુકસાન કરી શકે છે.
  • 'જલ હૈ તો કલ હૈ' આ વરસાદનું પામી આપણે બચાવવું છે.
  • એક તરફ આપણો દેશ મહામારી સામે લડી રહ્યા છીએ તો બીજી તરફ પૂર્વી ભારતના કેટલાક ભાગોમાં લોકોને કુદરતી આપત્તિનો પણ સામનો કરવો પડ્યો છે.
  • કોરોના સામેની લડતમાં હું આયુષ્માન ભારતના તમામ લાભકારો તેમજ દર્દીઓની સારવાર કરનારા તમામ ડોકટરો, નર્સો અને તબીબી કર્મચારીઓને અભિનંદન આપું છું.
  • કોરોના સામે લડવા આ સમયમાં કપાલભાતી, અનુલોમ વિલોમ, પ્રાણાયમ અને યોગ કરવાં જરુરી છે, તેના અનેક લાભો છે.
  • એક વાત મારા હ્રદયને સ્પર્શી છે, એ છે ઈનોવેશન.. નાસિકમાં રાજેન્દ્ર યાદવે પોતાના ગામને કોરોનાથી બચાવવાં પોતાના ટ્રેકટરને સેનિટાઈઝેશન મશીન બનાવ્યું છે.
  • આ લડાઈમાં સૌથી મોટી તાકાત દેશવાસીઓની સેવાશક્તિ
  • કોરોનાથી થતાં લોકોને મૃત્યુદર ઓછો છે, જે નુકસાન થયું છે તેનું દુઃખ આપણને બધાને છે.
  • છેલ્લા બે વખતથી મન કી બાત પર આપણે મોટા પાયે કોવિડ 19 પર ચર્ચા કરી રહ્યાં છીએ.
  • ભારતમાં લોકો કોરોનાને માત આપી રહ્યાં છે.
  • આપણે ભારતીયોએ કોવિડ 19 વિરુદ્ધ લડાઈ લડવા એક થયા છીએ.

ABOUT THE AUTHOR

...view details