ગુજરાત

gujarat

વસ્તી નિયંત્રણ પ્રયાસ, આ રાજ્યમાં 2021થી બે બાળકોથી વધુ બાળકો ધરાવનારને નહી મળે સરકારી નોકરી

By

Published : Oct 22, 2019, 10:12 AM IST

ગુવાહાટીઃ આસામ સરકારે અક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય પ્રમાણે 1 જાન્યુઆરી 2021થી બે બાળકોથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની સરકારી નોકરી આપવામાં આવશે નહી.

િ્િ્િ

સોમવારે મોડી સાંજે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. આ દરમિયાન અનેક મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે ભૂમિનીતિ ને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં જમીનવિહોણા લોકોને ત્રણ વીઘા ખેતી માટે અને અડધો વીઘા મકાન બનાવવા માટે જમીન આપવામાં આશે.

આ સંદર્ભે મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલના પબ્લિક રિલેશન સેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે નાના પરિવારના ધોરણ મુજબ 1 જાન્યુઆરી, 2021 થી બે કરતા વધારે બાળકો ધરાવતા લોકોને સરકારી નોકરી આપવામાં આવશે નહીં.

2050 સુધીમાં ભારતની વસ્તી વધીને 27.3 કરોડ થઈ શકે છે. આ સાથે, સદીના અંત સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની શકે છે.

ABOUT THE AUTHOR

...view details