ગુજરાત

gujarat

રાયપુરમાં હવે કોરોના દર્દીની સારવાર હોટલમાં કરવામાં આવશે

By

Published : Aug 2, 2020, 11:54 PM IST

છત્તીસગઢમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોનો ઇલાજ હવે હોટલમાં થશે. હોટલમાં ઇલાજની પુરી સુવિધા મળી રહેશે.

રાયપુરમાં હવે કોરોના દર્દીઓની સારવાર હોટલોમાં કરવામાં આવશે
રાયપુરમાં હવે કોરોના દર્દીઓની સારવાર હોટલોમાં કરવામાં આવશે

રાયપુર: રાજધાની રાયપુરમાં શહેરની બે હોટલને હોસ્પિટલમાં ફેરવી દીધી છે. જેમાં બુધવારથી એક સેન્ટરમાં 2 દર્દીઓની ભરતી સાથે શહેરમાં પહેલી વાર હોટલમાં કોરોનાના દર્દીની સારવાર કરવામાં આવશે. હોસ્પિટલનો એક દિવસનો ખર્ચ 7000થી 10 હજાર રૂપિયા છે. જેમાં વીઆઇપી અને વીવીઆઈપી ઓફિસરો પોતાની સારવાર કરાવી શકે.

અત્યાર સુધીમાં દર્દીઓને ફક્ત સરકારી હોસ્પિટલનો અને ESIC હોસ્પિટલમાં ભરતી કરવામાં આવતા હતાં. ESIC હોસ્પિટલમાં પ્રતિ દિવસ સારવારનો ખર્ચ રૂપિયા 1448 પ્રતિ દિવસ એક દર્દીનો થાય છે.

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલો સાથે બેઠક કરી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે કેવી રીતે દિલ્હી, મુંબઈમાં એ સિમ્પટોમેટિક દર્દી જે લક્ષણ વગરના હોય છે તેઓને હોટલમાં રાખી સારવાર કરવામાં આવી રહી છે. તેવી જ રીતે રાયપુરમાં આવી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. જેથી સરકારી કોવિડ હોસ્પિટલ પર કામનું ભારણ ઓછુ રહે.

સુત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર હોટલમાં 150થી વધારે રૂમ છે અને ઓછામાં ઓછા એટલા જ દર્દીઓ ભરતી થઈ શકે છે. હોટલમાં બનાવવામા આવેલા કોરોના કેર સેન્ટરમાં 24 કલાક નર્સ અને ડોક્ટર હાજર રહેશે

ABOUT THE AUTHOR

...view details