ગુજરાત

gujarat

પુલવામા એટેક: NIAએ જાહેર કરી હુમલામાં સામેલ 19 આતંકવાદીઓની યાદી

By

Published : Aug 25, 2020, 6:47 PM IST

ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) પર જૈશે-એ-મુહમ્મદ (JeM) આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલાના 18 મહિના પછી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ મંગળવારે ચાર્જશીટ ફાઇલ કરી હતી. તેમાં જેએમ ચીફ મસૂદ અઝહર સહિતના 19 લોકોના નામ બોમ્બ ધડાકાના માસ્ટરમાઈન્ડ તરીકે સામેલ છે.

NIAએ જાહેર કરી હુમલામાં સામેલ 19 આતંકવાદીઓની યાદી
NIAએ જાહેર કરી હુમલામાં સામેલ 19 આતંકવાદીઓની યાદી

શ્રીનગરઃ ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) પર જૈશે-એ-મુહમ્મદ (JeM) આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલાના 18 મહિના પછી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ મંગળવારે ચાર્જશીટ ફાઇલ કરી હતી. તેમાં જેએમ ચીફ મસૂદ અઝહર સહિતના 19 લોકોના નામ બોમ્બ ધડાકાના માસ્ટરમાઈન્ડ તરીકે સામેલ છે.

જમ્મુ જિલ્લાના જનીપુર વિસ્તારની સ્પેશિયલ NIA કોર્ટ સમક્ષ 13,500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ જીવલેણ હુમલાની યોજના પાકિસ્તાનમાં કરવામાં આવી હતી, તે વિગતો આપવામાં આવી છે. આ ઉપરાંત એજન્સીએ ચાર્જશીટમાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસુદ અઝહર, તેના ભાઈઓ અબ્દુલ રઉફ અસગર અને અમ્મર અલવી અને ભત્રીજા ઉમર ફારૂકનો સમાવેશ થાય છે. ફારૂક આઈસી-814 હાઇજેકિંગ આરોપી ઇબ્રાહિમ અથારનો પુત્ર હતો, જે પુલવામા કાવતરાને અમલમાં મૂકવા માટે ભારત આવ્યો હતો અને માર્ચ 2019માં સુરક્ષા દળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

આ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. ડાર પુલવામામાં સીઆરપીએફના કાફલામાં વિસ્ફોટકથી ભરેલી કાર ઘુસી ગઈ હતી, જેમાં 40 જવાનો શહીદ થયા હતા અને 12થી વધુ લોકોને ઇજા થઈ હતી.

ચાર્જશીટમાં સામેલ 19 આતંકવાદીઓની યાદી

1. મસુદ અઝહર અલ્વી, 52 વર્ષ, પાકિસ્તાની નાગરિક

2. રૌફ અસગર અલ્વી, 47 વર્ષ, પાકિસ્તાની નાગરિક

3. અમ્મર અલ્વી, 46 વર્ષ, પાકિસ્તાની નાગરિક

4. શાકિર બશીર, 24 વર્ષ, આર/ઓ કાકાપોરા, પુલવામા

5. ઇન્શા જાન, 22 વર્ષ આર/ઓ કાકાપોરા, પુલવામા

6. પીઅર તારિક અહમદ શાહ,53 વર્ષ, આર / ઓ કાકાપોરા, પુલવામા

7. વાઇઝ-ઉલ-ઇસ્લામ, 20 વર્ષ, આર/ઓ શ્રીનગર

8. મોહમ્મદ અબ્બાસ રાથર, 31 વર્ષ, આર/ઓ કાકાપુરા, પુલવામા

9. બિલાલ અહેમદ કુછે, 28 વર્ષ, આર/ઓ હાજીબલ, લાલહાર, પુલવામા

10. મોહમ્મદ ઇકબાલ રાથર, 25 વર્ષ, આર/ઓ, ચારાર-એ-શરીફ, બડગામ

11. મોહમ્મદ ઇસ્માઇલ, 25 વર્ષ, આર/ઓ પાકિસ્તાની નાગરિક

12. સમીર અહમદ ડાર, 22 વર્ષ, આર/ઓ કાકાપોરા, પુલવામા, કાશ્મીર

13. આશક અહેમદ નેંગગ્રૂ, 33 વર્ષ, આર/ઓ રાજપુરા, પુલવામા

14. આદિલ અહમદ ડાર, 21 વર્ષ, આર/ઓ કાકાપોરા, પુલવામા, કાશ્મીર (એન્કાઉન્ટરમાં મોત)

15. મુહમ્મદ ઉમર ફારૂક, 24 વર્ષ, આર/ઓ પાકિસ્તાની નાગરિક (એન્કાઉન્ટરમાં મોત)

16. મોહમ્મદ કામરાન અલી, 25 વર્ષ, આર/ઓ પાકિસ્તાની નાગરિક (એન્કાઉન્ટરમાં મોત)

17. સજ્જાદ અહેમદ ભટ, 19 વર્ષ, આર/ઓ બીજબેહરા, અનંતનાગ (એન્કાઉન્ટરમાં મોત)

18. મુદાસિર અહમદ ખાન, 24 વર્ષ, આર/ઓ અવંતીપુરા, પુલવામા (એન્કાઉન્ટરમાં મોત)

19. કારી યાસીર, આર/ઓ પાકિસ્તાની નાગરિક (એન્કાઉન્ટરમાં મોત)

ABOUT THE AUTHOR

...view details