ગુજરાત

gujarat

મેટ્રો સેવા શરૂ કરવા અંગે હવે રાજ્ય નહીં, કેન્દ્ર સરકાર લેશે નિર્ણય

By

Published : Aug 21, 2020, 10:53 PM IST

કોરોના સંક્રમણ સમયગાળા દરમિયાન બંધ દિલ્હી મેટ્રોના પરિવહન અંગે હવે કેન્દ્ર સરકાર નિર્ણય લેશે. ઉપરાજ્યપાલની અધ્યક્ષતામાં દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં, જ્યારે દિલ્હી સરકારે મેટ્રોની કામગીરી શરૂ કરવાની દરખાસ્ત કરી ત્યારે, ઉપરાજ્યપાલે તેને ગૃહ મંત્રાલયના આદેશ સુધી રાહ જોવાનું કહ્યું હતું.

મેટ્રો સેવા શરૂ કરવા અંગે હવે રાજ્ય નહીં, કેન્દ્ર સરકાર લેશે નિર્ણય
મેટ્રો સેવા શરૂ કરવા અંગે હવે રાજ્ય નહીં, કેન્દ્ર સરકાર લેશે નિર્ણય

નવી દિલ્હી: કોરોના કેસ નિયંત્રણમાં રહેશે તો, સપ્ટેમ્બરથી મેટ્રો પરિવહન શરૂ કરવાની અટકળો કરવામાં આવી રહી છે. અનલોક ફોર જે 1 સપ્ટેમ્બરથી શરૂ થશે, તે દરમિયાન મેટ્રો શરૂ કરવાની મંજૂરી આપી શકાય છે. પરંતુ શરત એ રહેશે કે, શરૂઆતમાં ફક્ત સરકારી, ઇમરજન્સી સેવા અને કેટલાક અન્ય વર્ગના પ્રવાસીઓને પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હી સરકાર મેટ્રો ચલાવવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવાની તૈયારી કરી રહી છે. તેમના મતે, મેટ્રો પરિવહનના પ્રથમ એક અઠવાડિયામાં માત્ર સરકારી કર્મચારીઓને જ મુસાફરી કરવાની તક આપવામાં આવશે. ત્યારબાદ તેની સમીક્ષા કરવામાં આવશે. જો બધું બરાબર થઈ જાય, તો તે બાકીના લોકો માટે શરૂ કરવામાં આવશે.

દરેક મેટ્રો કોચમાં ફક્ત 50 લોકો જ પ્રવાસ કરી શકશે. કોરોનાને કારણે, મેટ્રોમાં પ્રવાસ માટે પ્રવેશ અને બહાર નીકળવાના તમામ નિયમો બદલાયા છે. સ્ટેશન પર કોઈ ભીડ ન થાય તે માટે સ્ટેશનના મર્યાદિત પ્રવેશ અને બહાર નીકળવાના ગેટ ખોલવામાં આવશે. જેથી દરેકની યોગ્ય તપાસ થઈ શકે. આ સિવાય મેટ્રો સીટ પર 2 પ્રવાસીઓની વચ્ચે એક સીટ ખાલી રહેશે. કોચમાં ફક્ત 50 લોકો જ મુસાફરી કરી શકશે અને દરેકને માસ્ક પહેરવુ ફરજિયાત રહેશે.

મેટ્રોમાં સામાજિક અંતરના પાલનને કારણે હવે દરેક સ્ટેશન પર મેટ્રો 30 સેકંડ વધુ રોકાશે. ઉપરાંત, સરકાર દ્વારા કરાયેલા નિર્દેશ મુજબ, મેટ્રો દિલ્હી સહિત દેશના અન્ય શહેરોમાં પરિવહન શરૂ કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details