ગુજરાત

gujarat

બહુ આયામી માનવ ધન

By

Published : Oct 14, 2020, 7:06 PM IST

કોરોના સંકટના કારણે પોતાના મર્યાદિત કર્મચારીગણ પાસેથી એકથી વધુ અપેક્ષાઓ કંપનીઓ રાખતી થઈ ગઈ હતી. સમયસર કામ પાર પડે તે માટે કર્મચારીઓએ વિવિધ કુશળતા હાંસલ કરવી જરૂરી બની હતી.

Multidisciplinary Human Capital
Multidisciplinary Human Capital

ન્યૂઝ ડેસ્ક: કોરોના સંકટના કારણે પોતાના મર્યાદિત કર્મચારીગણ પાસેથી એકથી વધુ અપેક્ષાઓ કંપનીઓ રાખતી થઈ ગઈ હતી. સમયસર કામ પાર પડે તે માટે કર્મચારીઓએ વિવિધ કુશળતા હાંસલ કરવી જરૂરી બની હતી.

શિક્ષણ અને તાલીમ આપનારી વ્યક્તિનો જ દાખલો લઈએ. કોરોના સંકટ પહેલા શિક્ષણ અને તાલીમ વ્યવસાયી પાસેથી એ જ અપેક્ષા હતી કે તે તાલીમ અને શિક્ષણ આપવાનું કામ કરે છે. પરંતુ વર્તમાન સંકટને કારણે સંસ્થાઓ હવે આ કર્મચારી પાસેથી અન્ય કાર્યની પણ અપેક્ષા રાખતી થઈ ગઈ છે.

ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં કામ કરનારા શિક્ષકો હવે કન્સલ્ટન્ટ, રિસર્ચર, ટ્રેઇનર અને ફંડ મોબિલાઇઝર ઉપરાંત માર્કેટર્સ તરીકેની ભૂમિકા પણ ભજવતા થયા છે. શિક્ષકો પોતાની કુશળતાનો ઉપયોગ કરીને નવા સંસાધનો ઊભા કરે અને નેશનલ (NIRF) તથા ઇન્ટરનેશનલ (QS-World) રેન્કિંગ સંસ્થા માટે મેળવીને સંસ્થા માટે સ્રોતો ઊભા કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ ઉપરાંત ડિજિટલ શિક્ષણમાં પણ તેમની ભૂમિકા અગત્યની બની છે.

આજનો શિક્ષક હવે વર્ચ્યુઅલ શિક્ષક બન્યો છે. છેલ્લા છ મહિનામાં શિક્ષકો ઘણી નવી ટેક્નોલૉજીનો ઉપયોગ શીખ્યા છે. છેલ્લા છ મહિના દરમિયાન આ રીતે શિક્ષકો પોતે નવી નવી બાબતો શીખ્યા અને તેનો અમલ કરતા થયા તે શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એક નવી વાત હતી.

મેનેજમેન્ટના ક્ષેત્રમાં કેવી રીતે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આવ્યું છે તે જોઈએ. એકથી વધુ બાબતોમાં કામ કરી શકતા મેનેજરોની આજે કોર્પોરેટ જગતમાં સૌથી વધુ માગ છે. કોરોના સંકટના કારણે બજેટ મર્યાદિત બન્યા છે ત્યારે ટૂંકા પગારે એકથી વધુ પ્રકારનું કામ કરી શકે તેવા મેનેજરો માટેની અપેક્ષા છે. ખાસ કરીને એકાઉન્ટની બાબતમાં ડિજિટલ પરિવર્તન મોટા પાયે આવ્યું છે. ફાઇનાન્સ અને એકાઉન્ટના કર્મચારીઓ આજે જુદી જુદી ટેક્નોલૉજી ઝડપથી શીખી રહ્યા છે. જેમ કે MS Excel, Power BI, SAP-ERP, SQL Database, Virtual Audits અને Data Analytics વગેરે જેવા કમ્પ્યુટર એપ્લિકેશન્સ બહુ ઝડપથી શીખી રહ્યા છે.

આ રીતે કુશળતામાં સુધારો કરવાના કારણે આ કર્મચારીઓ નવા ઊભા થઈ રહેલા Fin-Tech ક્ષેત્રમાં વધારે સારી તકો મેળવી શકે છે.

એ જ રીતે આઈટી પ્રોફેશનલ્સ પણ ફાઇનાન્સ અને બેન્કિંગ શીખી રહ્યા છે, જેથી તેઓ પણ Fin-tech ક્ષેત્રમાં કામ કરી શકે. આ ક્ષેત્રમાં P2P, Open Banking, Block-Chain અને Financial Research માટે કુશળ કર્મચારીઓની જરૂર ઊભી થઈ રહી છે.

તે પછી HR કામગીરીમાં પણ પરિવર્તન દેખાયું છે. એચઆરમાં કર્મચારીનું મુખ્ય કામ સંસ્થાના કર્મચારીઓની સંભાળ લેવાનું છે. યોગ્ય પ્રતિભા શોધી કાઢવી (selection & recruitment), તેમને તાલીમ આપવી (learning & development), કામગીરીનું મૂલ્યાંકન કરવું (feedback) તે કામગીરી તેમણે કરવાની હોય છે. આ રીતે હોંશિયાર કર્મચારીને સંભાળવા અને તેમને બઢતી આપવાનું કામ તેમણે કરવાનું હોય છે.

આ ઉપરાંત કંપનીની જરૂરિયાત પ્રમાણે કામગીરીની વ્યાખ્યા કરવી, તેનું મૂલ્યાંકન, કર્મચારીને એકથી વધુ કામગીરીમાં મૂકવા, તેમને યોગ્ય વળતર આપવું, કર્મચારીઓ માટે કલ્યાણ યોજનાઓ ઘડવી, બઢતી આપવી, ફરિયાદોનો નિકાલ લાવવો અને ઘર્ષણ હોય ત્યાં નિવારણ કરવું આ બધી કામગીરી પણ એચઆરે કરવાની હોય છે. બીજું કે તેમણે જીવંત મનુષ્યો સાથે કામ પાર પાડવાનું છે, તેથી તેમના વાણીવર્તન, તેમનો સ્વભાવ, બિઝનેસ મેનેજમેન્ટ, સંવાદની રીત પણ શીખવાની હોય છે. અને હવે ખાસ કરીને ટેક્નોલૉજી પણ શીખવાની હોય છે. કેમ કે તેમની ભૂમિકા કંપનીમાં કોર્પોરેટ કલ્ચર ઊભું કરવામાં અગત્યની હોય છે.

કોરોના સંકટના કારણે કર્મચારીઓ ઘરેથી કામગીરી કરતાં થયા છે. તેમના પર વર્ચ્યુઅલી દેખરેખ રાખવાનું કામ મુશ્કેલ છે. તેથી એચઆર મેનેજરે ઓનલાઇન રિટન ટેસ્ટ જેવી કુશળતા પણ હાંસલ કરવાની રહેશે. વર્ચ્યુઅલ ગ્રુપ ચર્ચા, વર્ચ્યુઅલ ઇન્ટરવ્યૂ, સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર કર્મચારીઓની પ્રવૃત્તિઓની દેખરેખ વગેરે પણ જાણવા જરૂરી છે. તેમણે આ રીતે ભરતી કરીને જોખમ લેવાનું રહેશે, કેમ કે તેઓ વ્યક્તિનો સ્વભાવ, વર્તણૂક, અભિગમ વગેરે યોગ્ય રીતે જાણી શકશે નહિ. સાથે જ સ્ટ્રેસને કારણે કર્મચારી તણાવનો ભોગ ના બને તે જોવાની જવાબદારી પણ એચઆર મેનેજરની હોય છે.

આવી જ રીતે માર્કેટિંગની કામગીરીમાં પણ કોવીડ-19ને કારણે ફેરફારો આવ્યા છે. કોરોના પહેલાની સ્થિતિમાં માર્કેટિંગ વિભાગે સેલ્સ, એડવર્ટાઇઝિંગ, બ્રાન્ડિંગ અને માર્કેટ રિસર્ચનું કામ કરવાનું હતું. હવે મહામારી વચ્ચે સેલ્સ મેનેજરની ભૂમિકામાં પણ મોટું પરિવર્તન આવ્યું. વ્યક્તિગત સંપર્ક દ્વારા સેલ્સ કરવાનું શક્ય રહ્યું નથી. એડ મેનેજર્સ હવે પે પર ક્લિકની રીતે ઓનલાઇન જાહેરખબર માટેનું વિચારતા થયા છે. એ જ રીતે એમેઝોન પ્રાઇમ કે નેટફ્લિક્સ વગેરે OTT પ્લેટફોર્મ પર ફ્લોટિંગ જાહેરખબરો માટે આયોજન જરૂરી બન્યું છે.

આ રીતે ડિજિટલ માર્કેટિંગ માટેની ટેક્નોલૉજીને કારણે માર્કેટિંગનું કામકાજ પણ કોરોના કાળમાં બદલાયું છે. માર્કેટિંગ મેનેજરોએ નવા જમાનાની વેબ ડિઝાઇન, સોશ્યલ મીડિયા મેનેજમેન્ટ, ગૂગલ એડવર્ડ્સ, “SEO” એટલે કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, પ્રોગ્રામિંગ અને કન્ટેન્ટ રાઇટિંગ વગેરે બાબતો પણ શીખવી જરૂરી બની છે.

નવી નવી ટેક્નોલૉજી આવી રહી છે તેના કારણે મેનેજમેન્ટની કામગીરી પણ મોટા પાયે બદલાઈ રહી છે. દેશની IIT અને યુનિવર્સિટીઓમાં એન્જિનિયરિંગ, ટેક્નોલૉજી, સાયન્સ અને સમાજશાસ્ત્રના અભ્યાસક્રમો આપવામાં આવે છે. હવે એવો સમય આવ્યો છે કે જુદા જુદા ક્ષેત્રો વચ્ચે સમન્વય કરવો પડે. બિઝનેસની જરૂરિયાત પ્રમાણે એક જ અભ્યાસક્રમમાં બધું આવી જાય તે રીતે આયોજન કરવું જરૂરી બન્યું છે.

સાથે જ દેશની બિઝનેસ સ્કૂલોમાં ટેક્નોલૉજી કંપનીઓ અને સંસ્થાઓ સાથે જોડાણ કરવું જરૂરી બન્યું છે. તે રીતે ટેક-સાવ્વી મેનેજર્સ તૈયાર થઈ શકે છે. અને છેલ્લે એટલું કહેવું રહ્યું કે કર્મચારીઓએ આ મહામારીને કારણે આવેલા સંકટમાં ટકી જવા માટે એકથી વધુ બાબતોમાં કુશળતા હાંસલ કરવી જરૂરી બની છે.

-એમ. ચંદ્ર શેખર, આસિ. પ્રોફેસર, ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એન્ટરપ્રાઇઝ, હૈદરાબાદ
-

ABOUT THE AUTHOR

...view details